સંપત્તિનો ખજાનો:લાઠી, બાબરા સીટના કોંગીના વિરજી ઠુંમરની સંપત્તિ 5 વર્ષમાં 1 કરોડ વધી

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જનક તળાવિયા પાસે સ્થાવર સંપત્તિનો ખજાનો

લાઠી બાબરા બેઠક કરેાડપતિ ઉમેદવારો વચ્ચેનો જંગ બનવા જઇ રહી છે. કારણ કે અહી કોંગ્રેસ ભાજપ અને આપ એમ ત્રણેય મુખ્ય ઉમેદવારો કરોડપતિ છે. કોંગ્રેસના ઉમેેદવાર વિરજીભાઇ ઠુંમર વર્ષ 2017મા 5.94 કરોડની સંપતિ ધરાવતા હતા. જયારે હવે 2022મા તેમની પાસે 6.92 કરોડની સંપતિ છે.

જો કે તેમના પર 19.94 લાખની લોન પણ બોલી રહી છે. હાથ પર 8 લાખની રોકડ અને 10 લાખના દાગીના ધરાવતા ઠુંમર પાસે પોતાની બે કાર છે. જયારે ભાજપના ઉમેદવાર જનક તળાવીયા 53.24 કરોડની સંપતિ ધરાવે છે. જે પૈકી 52.42 કરોડની સ્થાવર મિલકતો છે.

તેઓ લાઠીમા અને સુરતમા મોટી સંપતિ ધરાવે છે. 9 લાખના દાગીના ધરાવતા તળાવીયા પાસે 11.37 લાખની રોકડ છે તથા બે કાર અને એક બાઇકના માલિક છે. અહીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયસુખ દેત્રોજા 5.13 કરોડની સંપતિના માલિક છે. તેઓ વોટર પાર્ક પણ ધરાવે છે અને 5 વાહનના માલિક છે.

અન્ય સમાચારો પણ છે...