દર્દીઓને હાલાકી:52 ગામો વચ્ચે આવેલી લાઠી સિવિલ હોસ્પિટલમાં માત્ર બે જ ડોક્ટરો, બિલ્ડીંગ પણ જર્જરિત હાલતમાં

અમરેલીએક મહિનો પહેલા
  • વર્ષો પહેલા બનેલા આ બિલ્ડીંગને રિનોવેશન ન કરાતા પોપડા પડી રહ્યાં છે
  • ડોક્ટરોની ઘટના કારણે દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો

અમરેલી જિલ્લાની સરકારી હોસ્પિટલો જર્જરીત હાલતમાં અને અનેક સુવિધાઓથી વંચિત છે. બીજી બાજુ ડોક્ટરોની ઘટને કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 52 ગામો વચ્ચે આવેલી લાઠી સિવિલ હોસ્પિટલની હાલત પણ કઇક આવી જ છે. હોસ્પિટલમાં માત્ર બે જ ડોક્ટરો છે. જ્યારે હોસ્પિટલની હાલત પણ જર્જરીત છે.

અમરેલી જિલ્લાના લાઠીની સિવિલ હોસ્પિટલ જે 52 ગામડાઓ વચ્ચે માત્ર એકની એક જ છે. આ સિવિલની હાલત હવે દયનિય થઈ ચૂકી છે. વર્ષો પહેલા બનેલા આ બિલ્ડીંગને રીનોવેશન કરવામાં ન આવતા હવે હોસ્પિટલમાં સારવાર લેવીએ મુશ્કેલ બની રહી છે. આ સિવિલ હોસ્પિટલમાં અનેક જગ્યાઓ પરથી પોપડા ખરી રહ્યા છે. જ્યારે હોસ્પિટમાં માત્ર બે જ ડોક્ટરો છે.

બીજી તરફ સિવિલમાં સાફ સફાઈનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. જૂનું બિલ્ડીંગ હોવાને કારણે બિલ્ડિંગના ગ્રાઉન્ડમાં ઝાડી અને વનસ્પતિઓ ઊગી નીકળી છે. જ્યારે અનેક સાધનો પણ બંધ હાલતમાં છે. મશીનો ખરબ થવા અથવા ઉપયોગ ન કરાયો હોવાને કારણે મશીનો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યા છે.

આ અંગે લાઠી મેડિકલ ઓફિસર ડોક્ટર દિવ્યેશ ભાલીયાએ જણાવ્યું હતું કે, 15થી દર્દીઓ દરરોજ આવે છે. સારવાર અમે આપીએ છીએ. ડોક્ટરની જગ્યા ખાલી છે અને હોસ્પિટલ જર્જરિત બાબતે અમે રજૂઆત કરી છે.

લાઠી શહેરના દિનેશભાઇ નિરાસીએ જણાવ્યું હતું કે, અહીં ડોક્ટરોની જગ્યા ભરવી જોઈએ સાથે હવે નવી હોસ્પિટલ બનાવવાની જરૂર છે. હોસ્પિટલ વર્ષોથી જર્જરિત હાલતમાં છે. નવું બિલ્ડીંગ બને તો દર્દીઓ ન વધુ સુવિધા મળશે.

અન્ય સમાચારો પણ છે...