• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Lathi, Babra Panthak Drenched By 2 Inches Of Rain; Half An Inch In Rajula And Half An Inch In Amreli, Quarter Inch In Khambha

આકાશમાંથી અમૃતધારા વરસી:લાઠી, બાબરા પંથક 2 ઇંચ વરસાદથી તરબોળ; રાજુલામાં પોણો અને અમરેલીમાં અડધો ઇંચ, ખાંભામાં સવા ઇંચ વરસાદ

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
લાઠીના શેખ પીપરિયામાં વરસાદથી રસ્તા બંધ થયા - Divya Bhaskar
લાઠીના શેખ પીપરિયામાં વરસાદથી રસ્તા બંધ થયા

અમરેલી જિલ્લા પર મેહુલીયાનુ અપાર હેત વરસી રહ્યું છે. ગઇકાલની જેમ આજે પણ જિલ્લાના મોટાભાગના વિસ્તાર પર આકાશમાથી અમૃતધારા વરસી પડી હતી. ખાસ કરીને લાઠી અને બાબરા પંથકમા બે ઇંચ વરસાદ ખાબકી જતા નદીઓમા પુર જોવા મળ્યાં હતા. ખાંભામા પણ સવા ઇંચ વરસાદ થયો હતો.

બાબરા પંથક પર મેઘરાજાની વિશેષ મહેરબાની રહી હતી. સુકવડા, સમઢીયાળા, વાંકીયા, રાયપર વિગેરે ગામમા અઢી ઇંચ વરસાદ પડી ગયો હતો. બાદમા દરેડ, ખાખરીયા, જીવાપર, નિલવડા, વાવડા, ચરખા વિગેરે ગામમા બે ઇંચ વરસાદ થયો હતો. બાબરામા સાંજના સમયે ધોધમાર વરસાદ તુટી પડયો હતો. જોતજોતામા અહી બે ઇંચ જેટલો વરસાદ વરસી જતા આ વિસ્તારની તમામ નદીઓમા પુર જોવા મળ્યું હતુ.

આવી જ રીતે લાઠી પંથકમા પણ બપોરબાદ ચડી આવેલા ઘનઘોર વાદળો વરસી પડયા હતા. લાઠી ઉપરાંત શેખ પીપરીયા, પ્રતાપગઢ, હરસુરપુર દેવળીયા, આંસોદર વિગેરે ગામમા બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. અમરેલીમા બપોર સુધી વરાપ રહ્યાં બાદ સાંજે ધીમીધારે અડધો ઇંચ વરસાદ થયો હતો. જયારે ગીરકાંઠાના ખાંભા તાલુકામા સવા ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. સાવરકુંડલા, લીલીયા, બગસરા, ધારી વિગેરે તાલુકામા દિવસ દરમિયાન અવારનવાર હળવા ભારે ઝાપટા વરસ્યા હતા. હજુ બે દિવસ સુધી આવો જ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની ધારણા છે.

લીલિયા પંથકમાં ગાજવીજ સાથે એક ઇંચ વરસાદ
દરમિયાન આજે લીલીયા પંથકમા બપાેરબાદ ગાજવીજ સાથે અડધાથી લઇ અેક ઇંચ વરસાદ વરસી ગયાે હતાે. અહીના ગાેઢાવદર, હાથીગઢ, પુંજાપાદર, ટીંબડી, ભાેરીંગડા, કુતાણા, જાત્રાેડા વિગેરે ગામમા અેક ઇંચ વરસાદ પડી જતા વાડી ખેતરાેમા પાણી વહેતા થયા હતા.

કયાં કેટલો વરસાદ?

લાઠીબે ઇંચ
બાબરાબે ઇંચ
ખાંભાસવા ઇંચ
રાજુલાપોણો ઇંચ
અમરેલીઅડધો ઇંચ

અડધા રાજુલામાં પોણો ઇંચ વરસાદ
મેઘરાજાએ આજે અડધા રાજુલા શહેર પર હેત વરસાવ્યું હતુ અને પોણો ઇંચ વરસાદ વરસી જતા કેટલીક સોસાયટીઓમા પાણી ભરાયા હતા. જાફરાબાદના સરોવડા, રીંગણીયાળા વિગેરે ગામમા પણ એકાદ ઇંચ વરસાદ વરસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...