હાલાકી:રાજુલામાં SBI ની મુખ્ય શાખા મોડી ખુલતા ગ્રાહકો મુશ્કેલીમાં

અમરેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાતેદારો સવારે લાઈનમાં ઉભા રહ્યા પણ બેંક નિશ્ચિત સમયે ન ખુલી

રાજુલામાં એસબીઆઈની મુખ્ય શાખા આજે સમય નિશ્ચિત સમયે ન ખુલી હતી. અહી સવારે ખાતેદારો કામગીરી માટે બેંક ખાતે પહોંચ્યા હતા. પરંતુ બેંક ખુલી ન હોવાથી લાંબી લાઈનો લાગી હતી. અને ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

રાજુલા એસબીઆઈની મુખ્ય શાખા સામાન્ય દિવસોમાં સવારે 10 કલાકે ખુલ્લે છે. પરંતુ આજે સવારે 10:30 કલાક સુધી પણ બેંક ખુલ્લી ન હતી. બેંકના સમયે ખાતેદારો અહી આવ્યા હતા. પણ બેંક ન ખુલતા લાંબી લાઈનો લાગી હતી. અહી બેંકના પાછળના દરવાજેથી વહિવટ શરૂ કરવામાં આવતા ગ્રાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પ્રાપ્ત વિગત મુજબ બેંકના મેનેજર બહારગામથી આવતા હતા. અને શાખાના મુખ્ય દરવાજાની ચાવી તેમની પાસે હતી. જેના કારણે બેંક નિશ્ચિત સમયે ખુલી ન હતી. અંતે બેંકમાં વહિવટ શરૂ થતા ખાતેદારોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...