હવામાન:અમરેલી પંથકમાં મોડી રાતે, વહેલી સવારે ઠંડીનાે ચમકારાે

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ન્યુનતમ પારો 17 ડિગ્રી : જાે કે હજુ બપાેરે તાપમાન ઉંચકાયેલું રહે છે
  • જિલ્લા સહિત શહેરના લોકો મિશ્ર ઋતુનો સામનો કરી રહ્યાં છે

અમરેલી પંથકમા થાેડા દિવસ પહેલા માવઠાની સ્થિતિ સર્જાઇ હતી અને કેટલાક વિસ્તારમા કમાેસમી વરસાદ પણ પડયાે હતાે. જાે કે હવે માવઠાની સ્થિતિ હટતાની સાથે વહેલી સવારે ઠંડીનાે ચમકારાે જાેવા મળી રહ્યાે છે. અાજે શહેરનુ ન્યુનતમ તાપમાન 17 ડિગ્રી નાેંધાયુ હતુ.શિયાળાે બેસી ગયા બાદ હજુ સુધી કડકડતી ઠંડીના દિવસાે અાવ્યા નથી. થાેડા દિવસ પહેલા માવઠાની સ્થિતિ ઉભી થતા બેવડી ઋતુ પ્રવર્તી રહી હતી અને ખાંભા, સાવરકુંડલા, ધારી, બગસરા પંથકમા કમાેસમી વરસાદ પડયાે હતાે. જેના કારણે ખેડૂતાેની ચિંતા વધી ગઇ હતી.

ત્યારે હવે માવઠાની સ્થિતિ હટતા હાલ વહેલી સવારે ઠંડીનાે ચમકારાે જાેવા મળી રહ્યાે છે. માેડી રાતથી વહેલી સવાર સુધી ઠંડી પડી રહી છે. જાે કે હજુ પણ બપાેરે તાપમાનનાે પારાે ઉંચકાયેલાે જાેવા મળી રહ્યાે છે. અાજે શહેરનુ મહતમ તાપમાન 34.2 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 17 ડિગ્રી રહ્યું હતુ. તાે હવામા ભેજનુ પ્રમાણ 56 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 3 કિમીની નાેંધાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામા શિયાળામા અનેક દિવસાે અેવા હેાય છે કે અહીનુ તાપમાન રાજયમા સાૈથી નીચુ નાેંધાઇ છે. જાે કે હજુ અે દિવસાે અાવ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...