જિલ્લામાં ત્રીજા દિવસે વરસાદ:સાવરકુંડલામાં મોડી સાંજે 1 ઇંચ વરસાદ, બગસરા અને કુંકાવાવ પંથકમાં હળવા ઝાપટાં

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલામાં એક ઇંચ વરસાદથી શહેરના રોડ પર પાણી દોડ્યા. - Divya Bhaskar
સાવરકુંડલામાં એક ઇંચ વરસાદથી શહેરના રોડ પર પાણી દોડ્યા.

ચાેમાસાના અાગમનની ઘડીઅાે ગણાતી હાેય તેમ અાજે સતત ત્રીજા દિવસે અમરેલી જિલ્લામા છુટાેછવાયાે વરસાદ વરસ્યાે હતાે. સાવરકુંડલામા માેડી સાંજે અેક ઇંચ વરસાદ પડી જતા શહેરના માર્ગાે પર પાણી દાેડવા લાગ્યા હતા. બગસરા અને કુંકાવાવમા ઝાપટા પડયા હતા. મેઘરાજા મહેર કરે અે દિવસાે દુર નથી. ખેડૂતાે વરસાદ શરૂ થાય તેની રાહ જાેઇ રહ્યાં છે. અને વરસાદના અેંધાણ પણ મળી રહ્યાં છે. અાજે ત્રીજા દિવસે પણ બપાેરબાદ અમરેલી પંથકમા અાકાશમા વરસાદી માહાેલ બંધાયાે હતાે.

ખાસ કરીને સાવરકુંડલા પંથકમા વિજળીના કડાકા ભડાકા સાથે વાદળાે વરસી પડયા હતા. અહી જાેતજાેતામા અેક ઇંચ જેટલાે વરસાદ વરસી જતા શહેરના માર્ગાે પર પાણી દાેડવા લાગ્યા હતા. તાે બીજી તરફ અમરેલીમા પણ સાંજે ઘનઘાેર વાદળાે ચડી અાવ્યા હતા. અાકાશમા સતત ગડગડાટી વચ્ચે અહી ઝરમર વરસાદ પડયાે હતાે. બાબાપુરમા પણ ઝરમર વરસાદ હતાે. બગસરા અને કુંકાવાવ પંથકમા માેડી સાંજે હળવા ઝાપટા પડયા હતા. હવામાન વિભાગ દ્વારા હજુ અાગામી ત્રણ દિવસ સુધી અાવા હળવા વરસાદની અાગાહી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...