સરકારી નાણાનો દુરઉપયોગ:ગયા વર્ષે રૂા. 1.85 લાખમાં બનેલો વોશીંગ ઘાટ મંજુરી વગર જ તોડાયો, વડિયા તાલુકાના તોરી ગામની ઘટના

વડીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તોરી ગામમાં જેસીબીની મદદથી વોશિંગઘાટ તોડી પાડવામાં આવ્યો. - Divya Bhaskar
તોરી ગામમાં જેસીબીની મદદથી વોશિંગઘાટ તોડી પાડવામાં આવ્યો.
  • ગ્રામ પંચાયતે આંગણવાડી પણ પાડી નાખી

વડીયા તાલુકાના તોરી ગામે ગ્રામ પંચાયત દ્વારા અહી ગત વર્ષે જ રૂપિયા 1.85 લાખના ખર્ચે બનાવવામા આવેલ વોશીંગઘાટ મંજુરી વગર જ તોડી નાખવામા આવ્યો છે. આ ઉપરાંત આંગણવાડી પણ પાડી નાખવામા આવી છે. વડીયા તાલુકાના તોરી ગામે હાલના સરપંચ દ્વારા હજુ ગત વર્ષે જ બનાવવામા આવેલ સારી હાલતમા હોય તેવો વોશીંગઘાટ કોઇ પ્રકારની મંજુરી વગર જ તોડી નાખવામા આવ્યો હતો.

આ ઉપરાંત આંગણવાડી પણ પાડી નાખવામા આવી છે. આ અંગે વડીયા કુંકાવાવના તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતુ કે અમે આંગણવાડી જર્જરિત હાલતમા હોય પાડવાની મંજુરી આપી છે. અને નિયમ મુજબ હરરાજી કરી તોડવામા આવે તેવુ પણ ગ્રામ પંચાયતને જણાવ્યું છે. પરંતુ વોશીંગઘાટ પાડવા અંગે કોઇ મંજુરી આપવામા આવી નથી.

ગ્રામ પંચાયતના સદસ્યએ જણાવ્યું હતુ કે અહી આવેલ વોશીંગઘાટ હજુ ગત વર્ષે જ રૂપિયા 1.85 લાખના ખર્ચે બનાવવામા આવ્યો હતો અને હજુ તો સારી કન્ડીશનમા હતો. ત્યારે સરકારી નાણાના દુરઉપયોગની ફરિયાદ પણ ગ્રામ પંચાયતના સભ્યો તેમજ તાલુકા પંચાયતના સામાજીક ન્યાય સમિતિના પુર્વ ચેરમેન બાલાભાઇ રાઠોડ દ્વારા કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...