હનુમાન જયંતિ:લાઠી નજીક સુપ્રસિદ્ધ ભુરખીયા હનુમાન મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ

અમરેલીએક મહિનો પહેલા
  • મંદિરમાં આજે હનુમાન ચાલીસાના પાઠ, ભજન, કિર્તન સહિતના કાર્યક્રમો

આજે હનુમાન જયંતિ છે. જેને લઈ અમરેલી જિલ્લામાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે લાઠી નજીક ભુરખીયા હનુમાન મંદિરમાં પણ હનુમાન જયંતિ નિમિત્તે ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ગઈકાલ સાંજથી જ ભાવિકો પદયાત્રા મારફતે મંદિરમાં આવી પહોંચ્યા છે.

દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. છેલ્લા 2 વર્ષથી કોરોના કાળ દરમ્યાન મંદિરોમાં ધાર્મિક ઉત્સવો બંધ હતા. જેના કારણે ભાવિકો આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. ભુરખીયા હનુમાન મંદિરમાં ભોજન પ્રસાદની પણ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. રસ્તા વચ્ચે યાત્રાળુઓ માટે વિવિધ પ્રકારના સ્ટોલ ઉભા કર્યા છે અહીં પીવા માટે પાણીની તેમજ નાસ્તાના સ્ટોલ પણ હોય છે જેના કારણે ભાવિકોને મુશ્કેલી ન પડે. આ ઉપરાંત અહીં આસપાસ પોલીસ દ્વારા પણ પેટ્રોલિંગ રાખવામાં આવે છે.

અમરેલી, લાઠી, દામનગર, બાબરા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પગપાળા ચાલી ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. આજે દિવસ દરમિયાન મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ, ભજન, કિર્તનના માહોલ વચ્ચે દર્શનાર્થીઓ આવી રહ્યા છે. મુંબઈ, અમદાવાદ, ભાવનગર, રાજકોટ સહિતના વિસ્તારમાંથી દર્શન કરવા માટે શ્રધ્ધાળુઓ આવ્યા છે.

ચદ્રકાંત ચૌહાણે કહ્યું કે, અમે દર વર્ષે ભુરખિયા દાદાના દર્શન કરવા માટે આવીએ છીએ. કોરોના કાળના કારણે અહીં ઉજવણી કરવામાં આવી ન હતી. જોકે, આ વર્ષે ઉજવણી કરવામાં આવતા અનેરો આનંદ છે. આજે દર્શન અને પ્રસાદનો લાભ અમને મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...