તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંરક્ષણ દિવાલની માંગ:ચાંચબંદર ટાપુ પર દરિયાઇ મોજાથી જમીનનું ધોવાણ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અનેક વખત રજુઆત છતાં જમીનનું ધોવાણ અટકાવાતું નથી. - Divya Bhaskar
અનેક વખત રજુઆત છતાં જમીનનું ધોવાણ અટકાવાતું નથી.

રાજુલા તાલુકાના ચાંચબંદરમા દરિયાઇ પાણીના માેજાથી સતત જમીનનુ ધાેવાણ થઇ રહ્યું છે. ત્યારે અા પ્રશ્ને સરપંચ દ્વારા પ્રધાનમંત્રીને રજુઅાત કરી અહી પુર સંરક્ષણ દિવાલ મંજુર કરાવી તાકિદે કામગીરી શરૂ કરવા માંગ કરી છે.

ચાંચ ગ્રામ પંચાયતના સરપંચ કાનજીભાઇ ચાૈહાણ દ્વારા કરાયેલી રજુઅાતમા જણાવાયું હતુ કે રાજુલા તાલુકાનુ ચાંચબંદર ગામ અેક દરિયાઇ ટાપુ વચ્ચે અાઠ કિમીની લાંબી પટ્ટીમા સાત પરા વિસ્તાર સાથે પથરાયેલુ ગામ છે. અહી 13 હજાર જેટલી વસતિ છે. અા ઉપરાંત 363 ખેડૂતાે પણ ખેતીકામ કરે છે. અહી દર વર્ષે દરિયાના માેજાની થપાટના કારણે જમીનનુ ધાેવાણ થઇ રહ્યું છે. જેના કારણે ખેડૂતાે સહિત લાેકાે મુશ્કેલીમા મુકાયા છે.

રજુઅાતમા વધુમા જણાવાયું હતુ કે અા ટાપુ પર દર વર્ષે અા સ્થિતિ જાેવા મળી રહી છે. માેટાભાગની જમીનનુ ધાેવાણ થઇ ચુકયુ છે. જેના કારણે અહીના લાેકાેને સ્થળાંતર કરવાની નાેબત પણ અાવી શકે તેમ છે. ત્યારે તંત્ર દ્વારા અહી તાકિદે પુર સંરક્ષણ દિવાલ મંજુર કરી તાત્કાલિક કામગીરી શરૂ કરવામા અાવે તેવી તેમણે માંગણી કરી હતી.

અનેક વખત રજુઅાત છતા કાેઇ કાર્યવાહી નહી
ચાંચ ગ્રામ પંચાયત દ્વારા અા પ્રશ્ને સરકારમા તા. 3/4/10થી તા. 10/1/20 સુધી અનેક વખત રજુઅાતાે કરવામા અાવી છે. જાે કે હજુ સુધી અા મુદે કાેઇ જ કાર્યવાહી કરાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...