આઝાદીકા અમૃત મહોત્સવ:લાલબહાદુર શાસ્ત્રીએ અનાજની અછતમાંથી દેશને ઉગાર્યો હતો

અમરેલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીમાં ભારતનો અમૃત મહોત્સવની ઉજવણી કરાઇ

અમરેલી જિલ્લામાં દેશને અન્ન સુરક્ષા આપતી ભારતીય ખાદ્ય નિગમની રાજકોટ વિભાગ દ્વારા ભારતનો અમૃત મહોત્સવનું આયોજન કરાયું હતું. ભારત સરકાર દ્વારા આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે રાજકોટ ફૂટ કોર્પોરેશન ઓફિ ઈન્ડિયા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન સાંસદ નારણભાઈ કાછડીયાએ જણાવ્યું હતું કે આઝાદી પછી અનાજની હરિતક્રાંતિ માટે તત્કાલિન પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીના અથાગ પ્રયત્નોથી જ આજ દેશ અનાજની અછતમાંથી અનાજનો નિકાસ કરતાં દેશમાં પ્રગતિ કરી છે. અને દેશમાં અનાજની ખરીદી, સંગ્રહ તેમજ વિતરણમાં એફસીઆઈની ભૂમિકા ભજવી છે. અહી કોરોના માહામારીમાં દેશના ખુણે ખુણે વસવાટ કરતા ગરીબ લોકો સુધી રાજય સરકારને અને પુરવઠા નિગમ સાથે મળી અનાજનું વિતરણ કરનાર એફસીઆઈના કર્મચારીઓ અને અધિકારીઓને બિરદાવ્યા હતા.

તેમજ બાળકોમાં કુપોષણને રોકવા બાળકોને મધ્યાહન ભોજન વિગેરે સ્કીમ અંગે ચર્ચા કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન એફસીઆઈ રાજકોટના મંડલ પ્રબંધક પ્રવીણ રાઘવનના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, અમરેલી પાલિકા પ્રમુખ મનિષાબેન રામાણી, પુરવઠા નિગમના હેતલબેન ખેતાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...