તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Lack Of Fire Safety In Private Hospitals, Buildings And Schools, System Wakes Up Successfully After Fire Incident In Ahmedabad, Rajkot

ફાયર સેફટીનો અભાવ:ખાનગી હોસ્પિટલ, બિલ્ડીંગો અને શાળાઓમાં ફાયર સેફટીનો અભાવ, અમદાવાદ, રાજકોટમાં આગની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા ક્યારે ચેકીંગ હાથ ધરશે ? રાજકોટ જેવી દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની ?

રાજુલા શહેરમાં ખાનગી હોસ્પિટલ, બિલ્ડીંગો અને શાળાઓમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળે છે. નગરપાલિકા દ્વારા કોઈ જ પ્રકારનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું નથી. અહીં રાજકોટ અગ્નિકાંડ જેવી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની તેવા સવાલો શહેરવાસીઓમાં ઉઠવા પામ્યા છે. રાજુલા શહેર એટલે ઉદ્યોગોથી ધમધમતું શહેર કહેવાય છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં મસમોટા કોમ્પ્લેક્સોં આવેલા છે. પણ શહેરમાં એક પણ કોમ્પ્લેક્સ અને ખાનગી હોસ્પિટલો તેમજ શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો નથી. કોઈ જ પ્રકાર લોકોની સુરક્ષા માટે ધ્યાન રાખવામાં આવ્યું નથી. ભીડભાડવાળી જગ્યા ઉપર પણ ફાયર સેફટી વગર હોસ્પિટલો ધમધમી રહી છે.

આવા સમયે શહેરમાં રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટના સર્જાય તો મોટી જાનહાનિ થઈ શકે તેમ છે. છતાં પણ આજદિન સુધી રાજુલા નગરપાલિકા દ્વારા શહેરમાં કોઇ જ પ્રકારનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું નથી. ત્યારે શહેરમાં ક્યારે ફાયર સેફટી વગર ધમધમી રહેલા બિલ્ડિંગોના માલીક, શાળા સંચાલક અને હોસ્પિટલમાં ડોકટર સામે કાર્યવાહી કરાશે તેવા લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...