ગંદકીથી પરેશાની:રાજુલા શહેરમાં સફાઈના અભાવે લોકો પરેશાન બન્યા, શાળા પાસે જ કચરાના ઢગલાં જોવા મળ્યા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક નાગરિકોની લેખિત-મૌખિક ફરિયાદો બાદ પણ પરિણામ શૂન્ય

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં કૉંગ્રેસ શાસિત નગરપાલિકાનો વહીવટ દિનપ્રતિદિન કથલી રહ્યો છે. શહેરમાં ગટરો ઉભરાવવાની સમસ્યા બાદ કચરાની સમસ્યા પણ માથાના દુઃખાવારૂપ બની છે. શહેરી વિસ્તારમાંથી સમયસર કચરો ના ઉપડતા લોકોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે.

રાજુલા શહેરના અનેક વિસ્તારમાં સફાઈના અભાવે કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. શહેરની કન્યા શાળા નંબર 3 પાસે પણ કચરાના ઢગલાઓ થતા વિદ્યાર્થીઓના આરોગ્ય પર ખતરો તોળાઈ રહ્યો છે.

રાજુલા શહેરમાં ગંદકીની સમસ્યા મુદ્દે સ્થાનિક લોકો મુદ્દે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતા સમસ્યા ઠેરની ઠેર રહી હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. લોકોએ વહેલીતકે શહેરમાંથી ગંદકી દૂર કરી સ્વચ્છ બનાવવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...