તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરપંચની PMને રજૂઆત:વિકટર ખાડીમાં 250 મીટર પુલના અભાવે લોકો 45 કિમી ફરી રાજુલા જવા મજબૂર

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજુલાના વિકટર પાસે ખાડીમાં 250 મીટર પુલના અભાવે ચાંચબંદર, ખેરા અને પટવાના લોકોને 45 કિલોમીટર ફરી રાજુલા કામ અર્થે જવું પડે છે. અને ગામમાં ઇમરજન્સી વાહનો પણ સમયસર આવી શકતા નથી. જેના કારણે સ્થાનિક લોકોને હાડમારી વેઠવી પડે છે. વિકટર પાસે ખાડીમાં પુલ બનાવવા માટે સરપંચે વડાપ્રધાનને પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

રાજુલાના ચાંચબંદરના સરપંચ કાનજીભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે ચાંચબંદર, ખેરા અને પટવા પંથકમાં મીઠા ઉદ્યોગ ધમધમે છે. અહીં ત્રણેય ગામમાં 21 હજારની વસ્તી વસવાટ કરે છે. લોકો રાજુલા ખરીદી માટે અને ખાનગી કંપનીમાં કામદારો દરરોજ અવર- જવર કરે છે.પરંતુ વિકટર પાસે ખાડીમાં પુલ ન હોવાથી લોકોને તાલુકા મથકે આવવા માટે 45 કિલોમીટર ફરવા જવું પડે છે. જેના કારણે લોકોના સમય અને પૈસાનો વેડફાટ થાય છે. અને લોકોને તકલીફ વેઠવી પડે છે. ત્યારે તાત્કાલિક વિકટર પાસે ખાડીમાં પુલ બનાવવા માટે સરપંચે વડાપ્રધાને પત્ર લખી માંગણી કરી હતી.

ઉપ સરપંચ રાણાભાઇ શિયાળે જણાવ્યું હતું કે અગરિયાના વિકાસ માટે ગ્રાન્ટ પહોંચતી નથી. ચાંચબંદર, ખેરા અને પટવાના ગામડામાં એસટી બસ પણ આવતી નથી. જેના કારણે લોકોને ખાનગી વાહનોમાં જવું પડે છે. તેમજ મીઠા ઉદ્યોગમાં આવતા ટ્રકને પણ 45 કિલોમીટર ફરીને જવું પડતું હોવાથી ભાડામાં વધારો રહે છે. અહીં વિકટર પાસે પુલ બને તો માછીમારો અને અગરીયાને ફાયદો થશે.

ચાંચબંદરના સાગરભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે અમારા ગામમાં અકસ્માત અને પ્રસુતિના સમયે પુલના અભાવે કલાકો સુધી ઇમરજન્સી સેવા મળતી નથી. અને મદદ પહોંચે તે પહેલા દર્દીનું મોત થઈ ગયું હોય તેવી ઘટનાઓ પણ બની છે.> સાગરભાઇ ચૌહાણ

પુલ બનાવવા સીઅેમને રજૂઆત કરાશે : પૂર્વ,MLA
રાજુલાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે અગરીયા સુધી ગ્રાન્ટ પહોંચતી ન હોવાની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે. અને વિકટર પાસે પુલ બનાવવા માટે સરકારનું ધ્યાન દોરી ગ્રાન્ટ મંગાશે.> હીરાભાઇ, સોલંકી

અન્ય સમાચારો પણ છે...