તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાત્રા:કુંડલાની ખેડૂત પુત્રીએ 14 દિવસમાં 1700 કીમીબાઇક ચલાવી ચારધામની યાત્રા કરી, બ્રેક ફેઈલ થઈ હોવા છતાં પણ પહાડી વિસ્તારમાં 219 કીમી બાઇક ચલાવી

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સાવરકુંડલાની ખેડૂત પુત્રીએ 14 દિવસમાં 1700 કિલોમીટર બાઈક ચલાવી ચારધામની યાત્રા પૂર્ણ કરી હતી. અહીં રાત્રી દરમિયાન સોનપ્રયાગમાં બાઇકની બ્રેક ફેઈલ થઈ જતા 219 કિલોમીટર ચોપડા સુધી વગર બ્રેકે બાઇક ચલાવી હતી. સાવરકુંડલામાં રહેતા માધુરીબેન કનુભાઈ જીયાણી અત્યાર સુધી 9 દેશની યાત્રા કરી ચુક્યા છે. પણ તેમની એક ઈચ્છા હતી કે બાઇક સાથે 4 ધામની યાત્રા કરવી છે. માધુરીબેન જીયાણી એકલા બાઇક લઈ ચારધામી યાત્રા શરૂ કરી હતી. પ્રથમ દિલ્હી, હરિદ્વાર અને ઋષિકેશ પહોંચ્યા હતા. જે બાદ ત્યાંથી બુલેટ લઈ અને દિવાળીના દિવસે કેદારનાથમાં પ્રથમ જ્યોતિના દર્શન કર્યા હતા. અહીં તેમણે મૌસમની પ્રથમ બરફ વર્ષાનો લાહવો મેળવી તેમની યાત્રા આગળ ધપાવી હતી. સાવરકુંડલાની ખેડૂત પુત્રી માધુરીબેન જીયાણીએ કેદારનાથથી બદ્રીનાથ, ગંગોત્રી અને પંચકોટીના દર્શન કર્યા હતા. અહીં તેમણે 14 દિવસમાં 1700 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી એક મહિલાઓ માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. પણ માધુરીબેન જ્યારે પહાડી વિસ્તાર સોનપ્રયાગ પહોંચ્યા તો બાઇકની બ્રેક ફેઈલ થઈ હતી. રાત્રીનો સમય હોવાથી તેઓ 219 કિલોમીટર ચોપડા સુધી બાઇક બ્રેક વગર ચલાવી હતી.

6 માસ પછી ફરી કેદારનાથની જ્યોતના દર્શન કરીશ
સાવરકુંડલાના માધુરીબેન જીયાણીએ જણાવ્યું હતું કે કેદારનાથની જ્યોતના એક વખત દર્શન કર્યા બાદ 6 માસ પછી દર્શન કરવાથી એક પુણ્ય મળે છે. જેથી 6 માસ બાદ ફરી કેદારનાથના દર્શન કરીશ.- માધુરીબેન જીયાણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો