તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુલાસો:સાવરકુંડલાના લુવારામાં ક્ષત્રીય યુવતીની જામીનપાત્ર ગુનામાં ધરપકડ કરાઈ હતી, ઇચ્છે તો આજે જ જામીન લઈ શકે છેઃ ડીવાયએસપી

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ગત 26 જાન્યુઆરીના રોજ સાવરકુંડલાના લુવારા ગામે અમરેલી પોલીસની ટીમે દરોડો પાડી કુખ્યાત ગુજસીટોકના આરોપી અશોક બોરીચાની ધરપકડ કરી હતી. જે દરમિયાન તેના ઘર પાસે પોલીસે હવામાં ફાયરિંગ કર્યું હતું અને તેનો વીડિયો અશોક બોરીચાના બહેને બનાવ્યો હતો અને એ વીડિયો વાઈરલ થયો હતો. જે સંદર્ભે પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી હેમુબેનની ધરપકડ કરી હતી. જેને લઇને ક્ષત્રીય સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેને લઇને પોલીસે સ્પષ્ટતા કરવી પડી રહી છે. સાવરકુંડલાના ડીવાયએસપીએ જણાવ્યું છેકે, ક્ષત્રીય યુવતી વિરુદ્ધ જામીન પાત્ર ગુનો નોંધાયો છે.

ડીવાયએસપીએ જણાવ્યું છેકે, અશોક બોરીચાની ધરપકડ કરવામાં આવી ત્યારે તેના બહેન હેમુબેન પણ ફરજમાં અડચણરૂપ થયા હતા. જેને લઇને તેમની વિરુદ્ધ 186ની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. હેમુબેન સામે માત્રને માત્ર જામીનપાત્ર ગુનો જ નોંધવામાં આવ્યો છે. સમાજમાં એવી ગેરસમજ પ્રવર્તતી હતી કે, હેમુબેન સામે 307 અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ એ ગેરસમજ ખોટી હતી. આજે જ હેમુબેન ઉપર 186ની કલમ મુજબ નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ 186ની કલમ જામીનપાત્ર ગુનો છે અને બહેન ઇચ્છે તો આજે જ તેમની જામીન થઇ શકે છે.

મહિલા સામે પોલીસ ફરિયાદથી રોષ ક્ષત્રીય મહિલા સામે ફરિયાદ નોંધાતા લુવારા ગામ એ મોટી સંખ્યામાં ક્ષત્રીય સમાજ ના લોકો એકઠા થયા ઉગ્ર આંદોલન માટેની રણનીતિ નકી કરાય અને આઈ.બી.ના રિપોર્ટથી રાજય સરકારની ચિંતા વધી ગઈ છે.

સ્થાનીક સ્વરાજની ચૂંટણીમા મહત્વપૂર્ણ મુદ્દો સાબિત થશે? સૌરાષ્ટ્રમાં ક્ષત્રીય સમાજના વર્સચવ અને મોટી સંખ્યામા વસવાટ છે ત્યારે સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે આવતા દિવસોમા ચૂંટણી સમયે આ મુદ્દો અસર કરે તેવી પુરી શકયતા મનાય રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો