કરણીસેના સક્રિય બની:અમરેલીની ત્રણ વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરી, 22 તારીખે ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહાસંમેલન યોજાશે

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરણસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી હાજરી આપશે

અમરેલી જિલ્લામાં આવતી 22 તારીખે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા કાઠી ક્ષત્રીય સમાજના સંમેલનનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના લોકો 11 તાલુકા મથકમાંથી ઉપસ્થિત રહે તે માટે આયોજન સાથે તડામાર તૈયારી ચાલી રહી છે. આજે અમરેલી ખાતે કરણીસેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવત દ્વારા પ્રેસ કોન્ફ્રન્સ યોજી સબધોન કર્યું હતું. આવતા દિવસોમાં અમરેલીની 3 વિધાનસભા સીટ ઉપર કરણીસેનાના ઉમેદવારોને રાજકીય પાર્ટીના લોકો ટિકિટઆપે તેવી માગ સાથે શક્તિ પ્રદર્શન યોજી રહ્યા છે.

આવતા થોડા મહિના પછી વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે દરેક સમાજના સંગઠનો વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ માગવા માટેની કવાયત તેજ કરી છે અને સંગઠનો વધુ સક્રિય થઈ રહ્યા છે. અગાઉ થોડા દિવસ પહેલા રાજ શેખાવત દ્વારા કાઠી સમાજના વધુ વસ્તી ધરાવતા ગામડે ગામડે પહોંચી મુલાકાતો કરી હતી અને હવે ભવ્ય મોટા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. 22મી તારીખે કાઠી ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તે માટે કરણી સેના કાર્યકરો હોદેદારો કામ કરી રહ્યા છે અને ગામડે ગામડેથી લોકો મોટી સંખ્યામાં એકત્ર થાય તે માટે દોડધામ ચાલી રહી છે.

દિવ્યભાસ્કરને રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના ઉપાધ્યક્ષ રાજ શેખાવતએ કહ્યું હતું કે, સમાજને સંગઠિત કરવો છે સમાજના ને આગળ લઈ જવો છે. કાઠી ક્ષત્રિય સમાજનું સંમેલન અમરેલી કાઠી ક્ષત્રિય સમાજની વાડી ખાતે રાખવામાં આવ્યું છે અને અમારી 3 વિધાનસભા સીટ ઉપર અમારું પ્રભુત્વ છે જ્યાં અમારી ઉમેદવારી જોઈએ. અમારું સંમેલન બોલાવી શક્તિ પ્રદશન કરી બતાવવા માંગીએ છીએ. સમાજ એક થઈ ગયો છે. રાજુલા,સાવરકુંડલા,ધારી બેઠક ઉપર અમને રાજકીય પાર્ટીઓ ટિકિટ આપે હવે અમે અન્યાય સહન નહી કરીએ. જો નહી આપે તો કરણી સેનાના અપક્ષ ઉમેદવારો ઉભા રહેશે જેને અમે જીતાડીશું. મહાસમેલનમાં કરણીસેના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી ઉપસ્થિત રહેવાના છે અને સમાજના સંબોધશે અને ગુજરાત ભરના ક્ષત્રિયો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...