તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી:આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30 ઓગસ્ટે રાત્રીના 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાશે
  • સિનીયર સીટીઝન પાર્ક ખાતે ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન

અમરેલીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ, રાષ્ટ્રીય કિસાન પરિષદ, ઓજસ્વિની અને રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડો.જી.જે.ગજેરાના માર્ગદર્શન હેઠળ 28થી 31 ઓગસ્ટ સુધી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. અહી વિવિધ કાર્યક્રમ યોજાશે. તેમજ 30 ઓગસ્ટના રાત્રે 12 કલાકે કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરાશે.

અમરેલી સીનીયર સીટીઝન પાર્ક ખાતે 28મીએ સાવરે 10 કલાકે ગોપાલમુની સ્વામિ, સાધુચરીત સ્વામિ, બાલકૃષ્ણ સ્વરૂપ સ્વામિ, વૃધ્ધાશ્રમના વડીલો, રવજીભાઈ વાળા, પ્રગતિબેન વૈધ, નરેન્દ્રભાઈ ગણાત્રા અને કૃષ્ણદાસ બાપુ સહિતના સંતો અને મહંતો તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં કૃષ્ણ જન્મોત્સવનો પ્રારંભ કરાશે.

અમરેલીવાસીઓને કૃષ્ણ જન્મોત્સવને વધાવવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડો.જી.જે.ગજેરા, નિર્મળભાઈ ખુમાણ, મનસુખભાઈ રૈયાણી, ડી.ભાઈ બામટા, મજબુતસિંહ બસીયા, સુરેશભાઈ સોલંકી, વિપુલભાઈ ગજેરા, કિરીટભાઈ દેસાણી, મિલનભાઈ સોની, ઉદયભાઈ રાજપુત અને મહેશભાઈ સોલંકીએ અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...