• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Koli Community In Jafrabad Has Filed An Application Seeking Strict Action In The Case Of Beating Of A Young Man Of Manavadar Army.

આવેદન પત્ર:માણાવદરના સેનાના યુવાનને માર મારવાના મામલે જાફરાબાદમાં કોળી સમાજ દ્વારા આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર ઘટનાને લઈ કોળી સમાજમાં રોષ જવાબદાર પોલીસ કર્મી અધિકારીઓને કાયમી સસ્પેન્ડ કરવાની માંગણી કરાઈ

જૂનાગઢ જિલ્લાના માણાવદરના સેનામાં ફરજ બજાવતા આર્મી મેનને થોડા દિવસ અગાઉ પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. જેને લઈ સમગ્ર કોળી સમાજમાં ભારે નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ રાજુલા તાલુકામાં કોળી સમાજ મોટી સંખ્યામાં એકઠો થઈ રાજુલા પ્રાંત અધિકારી કચેરીનો ઘેરાવ કરી આવેદનપત્ર આપ્યુ હતું. ત્યારબાદ આજે સોમવારે જાફરાબાદ શહેરમાં મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી રોષ વ્યકત કર્યો હતો.

પોલીસ કર્મીઓને ડિસમિસ કરી ગુનો દાખલ કરવા રજૂઆતઆ આવેદન પત્રમાં સ્થાનીક બજરંગ દળ, વિશ્વહિન્દુ પરિષદ સહિત હિન્દૂ સંસ્થાની ટીમના કાર્યકરો પણ જોડાયા હતા અને જવાબદાર પોલીસ કર્મી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી તેઓને કાયમી માટે સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. તેમજ વીડિયોમાં દેખાતા તમામ પોલીસ કર્મીઓને ડિસમિસ કરી ગુનો દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરાઈ છે.

જાફરાબાદ કોળી સમાજ અગ્રણી કરણ બારૈયાએ કહ્યું કે, આર્મી મેનને મારમારનારા પોલીસ કર્મીઓ પર કડક કાર્યવાહી થવી જોઈએ. ભોગ બનનારા પરિવાર સાથે આખો કોળી સમાજ છે. બીજી વખત આ પ્રકારની ઘટના અમારા સમાજ ઉપર ન બને તે માટે પોલીસ તંત્ર અને સરકાર તેનું ધ્યાન રાખે તે માટે આવેદનપત્ર આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...