ઠગાઇ:સુરતમાં 45 લાખની છેતરપીંડી કરનાર કોદિયાનો શખ્સ ઝડપાયો

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી કર્મીની ખાેટી અાેળખ અાપી ઠગાઇ કરી"તી

સુરતના પલસાણા વિસ્તારમા સરકારી કર્મચારીની ખાેટી અાેળખ અાપી 45 લાખની છેતરપીંડી કરનાર ખાંભા તાલુકાના કાેદીયા ગામના શખ્સને અમરેલી અેસઅાેજીની ટીમે અાજે ઝડપી લીધાે હતાે. અમરેલી અેસઅાેજીના પીઅેસઅાઇ અેમ.અે.માેરી તથા સ્ટાફને ખાંભા તાલુકાના કાેદીયામા અા શખ્સ છુપાયાે હાેવાની બાતમી મળી હતી.

જેને પગલે તેઅાે સ્ટાફ સાથે અહી દાેડી ગયા હતા અને રણજીત ઉર્ફે રાણા નારણભાઇ વાળા (ઉ.વ.52) નામના શખ્સને અહીથી ઝડપી લીધાે હતાે. અા શખ્સ હાલમા કાેદીયામા રહી ખેતીકામ કરતાે હતાે. સુરતના પલસાણા પાેલીસ સ્ટેશન વિસ્તારમા અા શખ્સે રૂપિયા 45 લાખની છેતરપીંડી અાચરી હતી. પાેતાની સરકારી કર્મચારીની ખાેટી અાેળખ ઉભી કરી તેણે અા છેતરપીંડી અાચરી હતી. અને ત્યારબાદ નાસતાે ફરતાે હતાે. અા શખ્સને સુરત પાેલીસના હવાલે કરવા તજવીજ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...