મકરસંક્રાંતિના પર્વ પર અમરેલી પંથકમા પતંગ રસીયાઅાે અાકાશમા પેચ લડાવવા માટે સજ્જ બની ગયા છે. અમરેલીનુ અાકાશ અાવતીકાલે અવનવી પતંગાેથી રંગાઇ જશે. તાે બીજી તરફ ઉતરાયણ પર્વ પર દાન પુણ્યનાે મહિમા પણ ગુંજી ઉઠશે. જિલ્લામા વિવિધ સ્થળે પક્ષીઅાે બચાવવા માટેનુ મહાઅભિયાન પણ શરૂ કરાયુ છે.
કાેરાેનાની મહામારી વચ્ચે અમરેલી જિલ્લામા પતંગ રસીયાઅાે ઉતરાયણનુ મહાપર્વ ઉજવશે. જાે કે કાેરાેનાની વિપરીત અસર પતંગ દાેરીના ધંધા પર પણ જાેવા મળી રહી છે. અમરેલીનાે પતંગનાે વેપાર કરતા શબ્બીરભાઇ ચાવડાઅે જણાવ્યું હતુ કે અાેણસાલ પ્રમાણમા ઘરાકી થાેડી અાેછી છે. દર વર્ષની સરખામણીમા પતંગ અને માંજાનુ વેચાણ 30 ટકા જેટલુ અાેછુ થયુ છે. પતંગના અેક અન્ય વેપારી અમીન લીલાઅે જણાવ્યું હતુ કે અાેણસાલ ઘરાકી અાેછી રહેતા વેપારીઅાેનાે માલ પડતર રહેશે. બજારમા મંદી હાેય તેની અસર પતંગ ઉદ્યાેગ પર પણ જાેવા મળી છે.
બીજી તરફ સવાર પડતા જ પતંગ રસીયાઅાે રંગબેરંગી પતંગાે સાથે છત ધાબા પર પહાેંચી જશે. ખજુરી, ચીકી, શેરડી, જીંજરા, ઉંધીયુ, સાની વિગેરેની લિજ્જત સાથે અાકાશમા પતંગ યુધ્ધ જામશે. સરકાર દ્વારા તહેવારની ઉજવણી માટે ગાઇડલાઇન પણ જાહેર કરાઇ છે. જાે કે અા ગાઇડલાઇનનાે અમલ થાય તેવી ભાગ્યે જ શકયતા જાેવાઇ રહી છે. ઉતરાયણ પર્વ પર દાન પુણ્યનાે પણ અનાેખાે મહિમા છે. શહેરમા ગાૈશાળા અને અન્ય સેવાકીય સંસ્થાઅાેના લાભાર્થે દાન પુણ્ય કરવા ઇચ્છતા લાેકાે માટે સહાયની રકમ સ્વીકારતા કેન્દ્રાે ખાેલવામા અાવશે. સાથે સાથે પક્ષીને બચાવવા માટે કાર્યરત જીવદયા પ્રેમીઅાેઅે પણ તેમની ટીમાે અગાઉથી તૈયાર રાખી છે.
સાંજે અમરેલીમાં થશે અાતશબાજી
અમરેલીમા દર વર્ષે ઉતરાયણ પર્વ પર પતંગ ચગાવવાની સાથે સાથે લાેકાે અાતશબાજી પણ કરે છે. સાંજ ઢળી ગયા બાદ પતંગ રસીયાઅાે પતંગને પડતી મુકી અાતશબાજી કરશે જેનાથી અમરેલીનુ અાકાશ ઝળહળા થાશે.
વડિયા, ધારીમાં ઘાયલ પક્ષી માટે હેલ્પલાઇન
વડીયામા મકરસંક્રાંતિના દિવસે ઘાયલ પક્ષીઅાે માટે અહીની અ.હિ કન્યા વિદ્યાલયના અાચાર્ય રૂપલબેન શાહે સારવારની જવાબદારી સ્વીકારી છે. વડીયા તથા અાસપાસના વિસ્તારમા પતંગની દાેરીથી કાેઇ પક્ષી ઘાયલ થાય તાે તેમનાે સંપર્ક કરવા અનુરાેધ કરાયાે છે. જયારે ધારીમા હાેર્નબીલ નેચર ટ્રસ્ટ દ્વારા મકરસંક્રાંતિ પર્વ પર પક્ષીઅાેને બચાવવા હેલ્પલાઇન શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.