રજૂઆત:પેપર લીકમાં સંડોવાયેલા ગુનેગારો સામે આકરા પગલા લેવા કિસાન સેલની માંગ

વડીયા, અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આસિત વોરા રાજીનામું આપે અને બેરોજગારોને ભથ્થુ ચુકવવા મામલતદારને આવેદન

રાજ્યમાં પેપર લીકમાં સંડોવાયેલા ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરવા વડિયા કિસાન સેલ અને કોંગ્રેસે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. ઉપરાંત આસિત વોરાનું રાજીનામું આપે અને બેરોજગારોને ભથ્થુ ચુકવવા તેમણે માંગણી કરી હતી.

અમરેલી કિશાન સેલના પ્રમુખ સત્યમ મકાણીએ મામલતદારને આવેદનપત્ર પાઠવતા જણાવ્યું હુતં કે થોડા સમય પહેલા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હતું. ઉપરાંત યુજીવીસીએલ અને પીજીવીસીએલે પૈસા લઈ અને નોકરી આપી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. રાજયભરમા નાણાં લઈ અને નોકરી અપાતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે બેરોજગારો મુશ્કેલીમાં મુકાયા છે.

પેપરકાંડમાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક પગલા લેવા અને બેરોજગારોને 10 હજારનું ભથ્થુ આપવા તેમણે માંગણી કરી હતી. સાથે સાથે ગૌણ સેવા પસંદગી મંડળના આસિત વોરા રાજીનામું આપે તે જરૂરી બન્યું છે. આવેદન સમયે કુંકાવાવ કોંગ્રેસ માઈનોરીટી પ્રમુખ જુનેદ ડોડીયા, દિલીપ શિગાળ, હસુભાઈ વાણીયા, બાલાભાઈ, વિપુલભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. તસવીર- જીતેષગીરી ગોસાઈ

અન્ય સમાચારો પણ છે...