વિવાદ:એગ્રાેની દવાના બાકી પૈસાની ઉઘરાણી મુદ્દે વેપારીને માર્યાે

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 3 શખ્સે પાઇપ, લાકડી વડે ઇજા પહાેંચાડી

બગસરા તાલુકાના નાજાપુરથી પીઠડીયા વચ્ચે અેગ્રાેની દવાના બાકી પૈસા મુદે ઉઘરાણી કરતા ત્રણ શખ્સાેઅે યુવકને પાઇપ અને લાકડી વડે મારમારી ધમકી અાપતા અા બારામા તેણે બગસરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

પીઠડીયામા રહેતા રમેશભાઇ રવજીભાઇ પીપળીયા (ઉ.વ.48) નામના વેપારીઅે બગસરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમણે અેગ્રાેની દવાના બાકી પૈસાની ઉઘરાણી કરતા વિજય કાળુભાઇ જીંજુવાડીયા, કાળુ કડવાભાઇ અને હરેશ ઉર્ફે કાકુડી કાળુભાઇ નામના શખ્સાેઅે તેમની સાથે બાેલાચાલી કરી હતી.

અા શખ્સાેઅે જેમફાવે તેમ ગાળાે અાપી લાેખંડના પાઇપ અને લાકડી વડે ઇજા પહાેંચાડી હતી. અા ઉપરાંત મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ અેમ.અાર.ભાદરકા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...