તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:અમારી જમીનમાં બનાવેલ મકાન ખાલી કરતા નથી કહી વૃદ્ધાને માર્યા

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજુલા તાલુકાના નવાગામનો બનાવ
  • 5 શખ્સે બાેલાચાલી કરી મારી નાખવાની ધમકી પણ આપી

રાજુલા તાલુકાના નવાગામ મેરીયાળામા રહેતા અેક વૃધ્ધને અહી જ રહેતા પાંચ શખ્સાેઅે અમારી જમીનમા બનાવેલ મકાન કેમ ખાલી કરતા નથી કહી બાેલાચાલી કરી લાકડી વડે મારમારી તલવાર બતાવી મારી નાખવાની ધમકી અાપતા અા બારામા રાજુલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાઇ છે.

વૃધ્ધને મારમારી ધમકી અાપ્યાની અા ઘટના રાજુલાના નવાગામ મેરીયાળામા બની હતી. પ્રાપ્ત વિગત મુજબ, અહી રહેતા સાેમાતભાઇ હાદાભાઇ શીઢા (ઉ.વ.70) નામના વૃધ્ધે રાજુલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે માણા અેભલભાઇ જાજડા, કથુભાઇ ડાેસલભાઇ અને કનુભાઇ સુરીંગભાઇઅે તેમની પાસે અાવી અમારી જમીનમા બનાવેલ મકાન કેમ ખાલી કરતા નથી કહી ગાળાે અાપી લાકડી વડે મારમાર્યાે હતાે.

અા ઉપરાંત જગુ રાણીંગભાઇ, બદરૂ સુરીંગભાઇઅે ગાળાે અાપી હતી. તેમજ મારી નાખવાની ધમકી અાપી હતી. બનાવ અંગે અેઅેસઅાઇ અેન.બી.સિંધવ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે. આમ, જમીનમાં પેશકદમી કરતા વૃદ્ધને પાંચ શખ્સે માર મારતા વૃદ્ધાએ આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...