તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ભેંસ સાથે બાઇક અથડાવવા મુદ્દે ઠપકાે આપતા યુવકને માર્યાે

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અમરેલી તાલુકાના ખડખંભાળિયાનો બનાવ

અમરેલી તાલુકાના ખડ ખંભાળીયામા અેક યુવક વાડીઅેથી ભેંસાે લઇને અાવી રહ્યાે હાેય ત્યારે અહીના જ અેક શખ્સે ભેંસ સાથે બાઇક અથડાવતા તેને ઠપકાે અાપતા બે શખ્સાેઅે પાઇપ વડે મારમારી ધમકી અાપતા તેણે અા બારામા અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

યુવકને પાઇપ વડે મારમાર્યાની અા ઘટના અમરેલીના ખડ ખંભાળીયામા બની હતી. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, અહી રહેતા ભીખુભાઇ અાેઢાભાઇ વાળા (ઉ.વ.37) નામના યુવકે અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના ભાઇ વાડીઅેથી ભેંસાે લઇને અાવી રહ્યાં હતા ત્યારે અાલકુભાઇ વાળા પાેતાનુ માેટર સાયકલ ભેંસાેને અથડાવ્યું હતુ.

જેથી તેને ઠપકાે અાપતા તેણે ગાળાે અાપી હતી.અા ઉપરાંત રામકુભાઇ વાળા અને અાલકુભાઇ બંનેઅે લાેખંડના પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. અને મારી નાખવાની ધમકી પણ અાપી હતી. આ બનાવ અંગે અેઅેસઅાઇ અેન.બી.ગાેહિલ દ્વારા વધુ અાગળની ધોરણસરની તપાસ ચલાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...