તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વડિયાના બરવાળામાં વાડીના રસ્તે ચાલવાની ના પાડતા યુવકને માર્યાે

અમરેલી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી જિલ્લામાં બે તાલુકામાં માર માર્યાના બે ઘટના બની
  • વાંકિયામાં નદીમાં મચ્છી પકડવા બાબતે યુવકને માર માર્યાે

વડીયાના બરવાળા બાવીશીમા વાડીના રસ્તે ચાલવાની ના પાડતા અેક શખ્સે યુવકને મારમારી ઇજા પહાેંચાડી હતી. જયારે અમરેલીના વાંકીયામા નદીમા મચ્છી પકડવા મુદે મનદુખ રાખી યુવકને ઢીકાપાટુનાે મારમારી ઇજા પહાેંચાડતા મામલાે પાેલીસ મથકે પહાેંચ્યાે હતાે.

અહી રહેતા રાેહિતભાઇ મધુભાઇ વઘાસીયા (ઉ.વ.42)નામના યુવકે વડીયા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના કાકા ચંદુભાઇની વાડીનાે મજુર તેની વાડીમાથી નીકળતાે હાેય જેથી તેને અા જાહેર રસ્તાે નથી અહીથી નીકળવુ નહી તેમ કહેતા સુરેશ વસુનીયાઅે બાેલાચાલી કરી ઢીકાપાટુનાે મારમારી ઇજા પહાેંચાડી હતી. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ બી.કે.માેરવાડીયા ચલાવી રહ્યાં છે. જયારે અન્ય અેક ઘટનામા અમરેલીના વાંકીયામા રહેતા મુકેશભાઇ કલ્યાણભાઇ વાઘેલા (ઉ.વ.40) નામના યુવકે અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે નદીમા મચ્છી પકડવા મુદે બાેલાચાલી કરી કાળુ ગાેહિલ નામના શખ્સે તેને મારમારી ઇજા પહાેંચાડી હતી. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ કે.અે.સાંખટ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...