તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રસ્તામાં પડેલ સર્વીસ વાયર લેવાનું કહેતા યુવકને માર્યાે

અમરેલી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મકતસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મકતસ્વીર
  • ત્રણ શખ્સે બાેલાચાલી કરી ગાળાે અાપી

રાજુલા તાલુકાના વિકટરમા રહેતા અેક યુવકે રસ્તામા પડેલ સર્વિસ વાયર લઇ લેવાનુ કહેતા ત્રણ શખ્સાેઅે બાેલાચાલી કરી લાકડાના ધાેકા વડે મારમારી ઇજા પહાેંચાડતા તેણે અા બારામા મરીન પીપાવાવ પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. અહી રહેતા મહેશભાઇ બાાબુભાઇ વાજા (ઉ.વ.24) નામના યુવકે મરીન પીપાવાવ પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેણે રસ્તામા પડેલ સર્વિસ વાયર લઇ લેવાનુ કહેતા સુનીલ દિપકભાઇ પરમાર, સંજય કરશનભાઇ સાેલંકી અને વસંતબેન નામના શખ્સાેઅે બાેલાચાલી કરી લાકડાના ધાેકા વડે મારમારી ઇજા પહાેંચાડી હતી.

જયારે સુનીલભાઇ દિપકભાઇ પરમારે વળતી નાેંધાવેલી ફરીયાદમા જણાવ્યું હતુ કે અા જ મુદે રાજેશ બાબુભાઇ વાજા, મહેશ બાબુભાઇ અને કુંવરબેને બાેલાચાલી કરી ધાેકા વડે મારમારી ગાળાે અાપી હતી. બનાવ અંગે પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ અે.જી.માેરી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...