ફરિયાદ:પરિણિતા સાથે પ્રેમસંબંધ મુદ્દે છભાડિયાના યુવકને માર માર્યાે

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારમાં તાેડફાેડ કરી નુકસાન પહાેંચાડ્યુ : સામસામી ફરિયાદ

મુળ મધ્યપ્રદેશ અને હાલ લાઠી તાલુકાના છભાડીયામા રહેતા અેક યુવકને અેકાદ વર્ષ પહેલા પરિણિતા સાથે પ્રેમસંબંધ બંધાયાે હાેય તે મુદે બાેલાચાલી કરી મહિલાના પતિઅે યુવકને મારમારી કારમા તેાડફાેડ કરી નુકશાન પહાેંચાડતા અા બારામા તેની સામે દામનગર પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

યુવકને મારમારી કારમા તેાડફાેડ કર્યાની અા ઘટના દામનગરમા બની હતી. છભાડીયામા રહેતા અંકુશસિંહ રામરામજસિંહ રાજાવત (ઉ.વ.21) નામના યુવાને દામનગર પાેલીસ મથકમા નાેંધાવેલી ફરીયાદમા જણાવ્યું હતુ કે તેને અેકાદ વર્ષ પહેલા પરિણિતા સાથે પ્રેમસંબંધ બંધાયાે હતાે.

જાે કે અા વાતની જાણ તેના પતિ માેનેસીંગ કુશવાહને થતા પ્રેમસંબંધ અગાઉ પુર્ણ થઇ ગયાે હાેય જાે કે તે વાતનુ મનદુખ રાખી માેનેસીંગે ઢીકાપાટુનાે મારમારી કારમા તેાડફાેડ કરી નુકશાન પહાેંચાડયુ હતુ. જયારે માેનેસીંગ કુશવાહે વળતી નાેંધાવેલી પાેલીસ ફરિયાદમા જણાવ્યુ હતુ કે તેની પત્ની સાથે અંકુશસિંહને પ્રેમસંબંધ હાેય તેની જાણ થતા તેને ઠપકાે અાપ્યાે હતાે. જેથી અંકુશસિંહ રાજાવત અને રામરાજસિંહ રાજાવત અને અનુજસિંહ નામના શખ્સાેઅે બાેલાચાલી કરી ઢીકાપાટુનાે મારમારી ઇજા પહાેંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...