ફરિયાદ:મહિલા સામે બિભત્સ ઇશારા કરવા મુદ્દે યુવકને માર માર્યાે

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 શખ્સે છરી વડે ઇજા પહાેંચાડી ગાળાે અાપી

જાફરાબાદ તાલુકાના નાગેશ્રીમા રહેતા રાજેશભાઇ જેઠાભાઇ જાેગદીયા (ઉ.વ.30) નામના યુવકે નાગેશ્રી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના માતા શેરીમા દુકાને દુધ લેવા ગયા હતા ત્યારે લાલા વસા ગમારા અને પાેપટ વસા ગમારા નામના શખ્સાેઅે તેમની સામે બિભત્સ ઇશારા કરી ગાળાે અાપી હતી.

અા મુદે ઠપકાે અાપવા જતા અા શખ્સાેઅે તેને લાકડી વડે મારમાર્યાે હતાે. તેમજ સંજયભાઇને છરી વડે ઇજા પહાેંચાડી હતી. જ્યારે દયાબેન રાજુભાઇ ગમારાઅે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે રાત્રીના પાેતાના ઘરની ખડકી પાસે ઉભા હાેય ત્યારે રાજુ જેઠાભાઇ જાેગદીયા અને સંજય ગાળાે બાેલતા હાેય ના પાડતા બંનેઅે તેના પર નિર્લજજ હુમલાે કરી ઢીકાપાટુનાે મારમારી ધમકી અાપી હતી. પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ નાયબ પાેલીસ અધિક્ષક અાર.ડી.અાેઝા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...