તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારમારી:શેરીમાં કચરો ઉડાડવા બાબતે ઠપકાે આપતા મહિલાને મારી

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડિયા તાલુકાના તોરી ગામની ઘટના

વડીયા તાલુકાના તેારીમા રહેતા અેક મહિલાઅે શેરીમા કચરાે ઉડાડવા મુદે ઠપકાે અાપતા પાડાેશમા રહેતી ત્રણ મહિલાઅે તેને મારમારી ઇજા પહાેંચાડતા તેણે અા બારામા વડીયા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

મહિલાને મારમાર્યાની અા ઘટના વડીયાના તેારીમા બની હતી. અહી રહેતા શારદાબેન રમેશભાઇ સાગઠીયા (ઉ.વ.30) નામના મહિલાઅે વડીયા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે ઘરની બહાર શેરીમા બેઠા હતા ત્યારે પારૂલબેન ડાયાભાઇ વાળા શેરી વાળતા હાેય કચરાે ઉડતા તેને કચરાે ઉડે છે તેમ કહ્યું હતુ. જેથી તેણે ઉશ્કેરાઇ જઇ ગાળાે અાપી હતી.

અા ઉપરાંત જયાબેન ડાયાભાઇ વાળા, દયાબેન ડાયાભાઇ વાળાઅે બાેલાચાલી કરી ઢીકાપાટુનાે મારમારી ઇજા પહાેંચાડી હતી. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ જે.અેલ.મકવાણા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...