તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:ખારવા સમાજનું 130 ઘરે મંડપ નાખી સમૂહ લગ્નનું આયોજન

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાની ગાઇડ લાઇન મુજબ મહેમાનોને આમંત્રણ
  • જાફરાબાદમાં કોરોનાના કારણે એક જ સ્થળે થનારૂં આયોજન મોકૂફ રખાયું

જાફરાબાદમાં કોરોના મહામારીને ધ્યાને રાખી નિશ્ચિત સ્થળે યોજાતા ખારવા સમાજના સમૂહ લગ્ન બંધ રાખવામાં આવ્યા છે. અહીં સમૂહ લગ્ન કમિટી ઘરે મંડપ નાખી 130 લગ્ન કરાવશે. જેમાં પણ કોરોનાની ગાઈડલાઈન મુજબ મહેમાનોને બોલાવવામાં આવશે.

જાફરાબાદ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું હતું કે શ્રાવણ અને અષાઢ માસમાં માછીમારોની સિઝન બંધ હોય છે. તેવા સમયે ખારવા સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે સમૂહ લગ્નમાં 150 જેટલા નવદંપતિ પ્રભુતામાં પગલા પાડે છે.

પરંતુ 20 વર્ષમાં પ્રથમ વખત ઓણસાલ કોરોનાની સ્થતિને ધ્યાને રાખી જાફરાબાદમાં ખારવા સમાજના સમૂહ લગ્ન મોકૂક રખાયા છે. પરંતુ સમૂહ લગ્નની જગ્યાએ 130 લગ્ન ઘરના ફળિયામાં મંડપ નાખી કરાશે રામભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે સમૂહ લગ્ન દરમિયાન પરંપરાગત રીતે વરઘોડો કાઢવામાં આવે છે.

જેમાં 5 હજાર જેટલા લોકો જોડાય છે. જાફરાબાદમાં 12 થી 25 જુલાઈ સુધીમાં 130 લગ્ન યોજાશે. જેમાં એક લગ્ન દીઠ 25 જાનૈયા બોલાવવામાં આવશે. ખારવા સમાજના સમૂહ લગ્નને સફળ બનાવવા માટે ભગુભાઇ સોલંકી, કનૈયાલાલ સોલંકી અને રામભાઇ સોલંકી જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...