રાજુલા તાલુકાના છતડીયામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારને લડવા મુદ્દે યુવકને એક શખ્સે મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે રાજુલા પોલીસ સ્ટેશમાં ધમકી આપનાર સામે ગુનો નોંધાવ્યો હતો. છતડીયા ગામે રહેતા શીવરાજભાઈ ઘોહાભાઈ ડાભીયાએ રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સાંજના સુમારે ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભો હતો. ત્યારે ગામના જ હરેશ મેરામભાઈ ડાભીયા તેની પાસે આવ્યો હતો.
અને કહ્યું કે તારો ભાઈ વિરભદ્ર શુ અમારી સામે ચૂંટણીમાં ઉભો હતો. તેને બોવ હવા આવી ગય છે. એમ કહિ હરેશ ડાભીયાએ તેમને ગાળો આપી ઝઘડવા લાગ્યો હતો. આ ઘટનાને પગલે તો સ્થાનિક લોકો પણ એકત્રીત થઈ ગયા હતા. ત્યારે હરેશ ડાભીયાએ શીવરાજભાઈને તુ સામો મળીશ તો તને મારી નાખવો છે તેવી ધમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.