મારી નાખવાની ધમકી:ખાંભાના વાંગધ્રામાં બોરિંગની ગાડીઓ ચલાવવા માટે કમિશન માંગી ધમકી આપી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભેસાણ તાલુકાના ખાખરા હડમતિયા ગામના શખ્સ સામે પોલીસ ફરિયાદ

ખાંભા તાલુકાના વાંગધ્રા ગામે બોરવેલની ગાડીઓ ચલાવતા ધંધાર્થીને ભેસાણના ખાખરા હડમતિયા ગામના શખ્સે ફોન કરી ગાડીઓ ચલાવવા માટે કમિશન માંગી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

બોરવેલના ધંધાર્થીને ધમકીની ઘટના ખાંભા તાલુકાના વાંગધ્રા ગામે ગઇકાલે બની હતી. અહીં જામકા રોડના કાંઠે રહેતા અરવિંદભાઇ કાનાભાઈ ખસિયાએ આ અંગે ભેસાણ તાલુકાના ખાખરા હડમતિયા ગામના અનક ચાપરાજભાઈ હુદડ નામના શખ્સ સામે ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જેમાં તેણે જણાવ્યું છે કે અનક હુદડે ચાર દિવસ પહેલાં વહેલી સવારે છ વાગ્યે પોતાના મોબાઇલ પરથી તેના મોબાઈલ પર કોલ કર્યો હતો. અને જો બોરવેલની ગાડીઓ ચલાવવી હશે તો પોતાને કમિશન આપવું પડશે તેમ કહ્યું હતું. જેથી અરવિંદભાઈએ કમિશન આપવાની ના પાડી હતી. આ શખ્સે તું અમરૂભાઈ અને મંગળુભાઈને કેમ કમિશન આપે છે અને મને કમિશન આપવાની કેમ ના પાડે છે તેમ કહી ગાળો દીધી હતી. અને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

અરવિંદભાઈએ તે બંને જણા મને કામ ગોતી આપતા હોય કમિશન આપું છું તેમ કહેતા અનક હુદડે જો તેને કમીશન આપવામાં નહીં આવે તો મારી નાખશે તેવી ધમકી આપી હતી. આ શખ્સે અમરુભાઈ અને મંગળુભાઈને પણ ફોન પર મારી નાખવાની ધમકી આપી હતી જેને પગલે ખાંભા પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...