તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Khambha, Five Inches In Bagasara, Four Inches In Savarkundla, Three Inches In Amreli Rajula: Two And A Half Inches In Dhari And Two Inches In Babra.

મેઘસવારી:ખાંભા, બગસરામાં પાંચ, સાવરકુંડલામાં ચાર, અમરેલી રાજુલામાં ત્રણ ઇંચ : ધારીમાં અઢી અને બાબરામાં બે ઇંચ વરસાદ

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલામાં ચાર ઇંચ વરસાદથી શહેરની મેઇન બજારોમાં પાણી દોડ્યા. - Divya Bhaskar
સાવરકુંડલામાં ચાર ઇંચ વરસાદથી શહેરની મેઇન બજારોમાં પાણી દોડ્યા.

અમરેલી જિલ્લામા આજે આભમાથી અનરાધાર વરસાદ વરસી પડયાે હતાે. શ્રાવણ માસમા જાણે અષાઢ વરસતાે હાેય તેમ જિલ્લામા અેક ઇંચથી લઇ પાંચ ઇંચ વરસાદ ખાબકી જતા ધરતી તરબતર બની હતી. ખાંભા અને બગસરામા પાંચ ઇંચ, સાવરકુંડલા અને જાફરાબાદમા ચાર ઇંચ, રાજુલા, અમરેલીમા ત્રણ ઇંચ, ધારીમા અઢી ઇંચ, બાબરામા બે ઇંચ અને લાઠીમા એક ઇંચ વરસાદ પડયાે હતાે. વરસાદના જાેરદાર રાઉન્ડથી માેલાતને ફાયદાે થશે.

ખાંભા અને બગસરા પંથક પર આજે મેઘરાજા મનમુકીને વરસી પડયા હતા. બપાેર થતા સુધીમા જ જિલ્લાના માેટાભાગના વિસ્તારમા વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઇ ગયાે હતાે. ખાંભા પંથકમા જાણે બારે મેઘ ખાંગા થઇ ગયા હાેય તેમ વરસાદ તુટી પડયાે હતાે. અહી સાંજ સુધીમા 129મીમી એટલે કે પાંચ ઇંચ કરતા વધુ વરસાદ ત્રાટકયાે હતાે. ગીર જંગલમા પણ ચારથી પાંચ ઇંચ વરસાદ થયાે હતાે. જેના પગલે અહીની નદીઓ બે કાંઠે વહી હતી. આ વિસ્તારનાે રાયડી ડેમ છલકાઇ ગયાે હતાે. બારમણ, ભુંડણી, ત્રાકુડા વિગેરે ગામમા ભારે વરસાદ પડયાે હતાે. આવી જ રીતે બગસરા પંથકમા પણ સાંજ સુધીમા પાંચ ઇંચ વરસાદ ખાબકી ગયાે હતાે. જેને પગલે શહેરના નીચાણવાળા અનેક વિસ્તારમા પાણી ભરાયા હતા. કલેકટર કંટ્રાેલરૂમના ચાેપડે અહી 119મીમી વરસાદ નાેંધાયાે હતાે.

અમરેલી શહેરમા બપાેરના સમયે ચડી આવેલા ઘનઘાેર વાદળાે વિજળીના કડાકા ભડાકા સાથે શહેર પર તુટી પડયા હતા. અહી ત્રણ કલાકના ગાળામા ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયાે હતાે. જેને પગલે શહેરની બજારાેમા પાણી ભરાયા હતા. આજે રાજુલા પંથકમા પણ આ જ રીતે ત્રણ ઇંચ વરસાદ ખાબકયાે હતાે. અહીના માંડળ, ડાેળીયા, રાજપરડા, કુંભારીયા સહિતના ગામાેમા વાડી ખેતરાે પાણીથી લથબથ થયા હતા. ફરી એકવાર બંને ધાતરવડી ડેમ છલકાયા હતા.

સાવરકુંડલા પંથકમા પણ જાણે બારે મેઘ ખાંગા થયા હાેય તેમ ચાર ઇંચ વરસાદ પડતા આ વિસ્તારની નદીઓમા ભારે પુર વહ્યાં હતા. શેલણા, ભમાેદ્રા, ઘાેબા, બાેરડી, ધજડી વિગેરે ગામાેમા ભારે વરસાદ પડયાે હતાે. બાબરા પંથકમા બે ઇંચ વરસાદથી જગતનાે તાત ખુશખુશાલ થઇ ગયાે હતાે. તાે ધારી પંથકમા પણ વિજળીના કડાકા ભડાકા સાથે અઢી ઇંચ વરસાદ ખાબકયાે હતાે. આજે લાઠીમા એક ઇંચ તથા લીલીયામા પાેણાે ઇંચ વરસાદ થયાે હતાે. વડીયા પંથકમા માત્ર હળવા ઝાપટા પડયા હતા.જ્યારે ચલાલાના વાવડીમાં પણ 5 ઇંચ વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...