તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામ રાખે એને કોણ ચાખે:સાવરકુંડલાથી જેસર તરફ જતી એસ.ટી.બસ ખાડામાં ખાબકી, મુસાફરોનો આબાદ બચાવ

અમરેલીએક મહિનો પહેલા

અમરેલી જિલ્લામા નાના મોટા અકસ્માતની ઘટના સતત વધી રહી છે. જ્યારે આજે સાવરકુંડલાથી જેસર તરફ જતી એસ.ટી.બસની બ્રેક કોઈ કારણોસર ફેઈલ થઈ જવાના કારણે અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી.

બ્રેક ફેઈલ થઇ જતાં એસ.ટી બસ સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા ગામ નજીક ખાળીયામાં ઘુસી ગઈ હતી. મુસાફરો સવાર હતા પરંતુ સદનસીબે કોઈને જા હાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

અકસ્માત સર્જાતા સ્થાનિક ગામડાના લોકો પણ દોડી આવ્યા હતા અને ત્યારબાદ એસ.ટી.વિભાગને જાણ થતા અન્ય બસ મારફતે મુસાફરોની વ્યવસ્થા કરાઇ હતી. જ્યારે ઘટના સ્થળે એસ.ટી.વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા.

એસ.ટી.સલામતના દાવા પોકળએસ.ટી.સલામત હાથ ઊંચો કરો અને બેસો આ સૂત્ર અહીં પોકળ સાબિત થયું હોય તેમ લાગી રહ્યું છે. એસ.ટી.બસમાં બ્રેક ફેઇલ થવાની ઘટનાને લઈને મુસાફરો પણ ફફડી ઉઠ્યા હતા. જોકે, કોઈને ઇજા નહીં થતા એસ.ટી.વિભાગ એ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો