રોડ શો:કેજરીવાલે કહ્યું ઘરે જઇ વડીલોને કહેજો આ વખતે ભાજપને મત ન આપે

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીમાં દિલ્હીના મુખ્યમંત્રીનો રોડ શો
  • મોદીએ કહ્યું હતું કે ઘરે જઇ વડીલોને મારા નમસ્તે કહેજો

અમરેલીમા આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રોડ શો યોજયો હતો. જે રીતે અમરેલીમા પ્રધાનમંત્રીએ લોકોને ઘરે જઇ વડીલોને મારા નમસ્તે કહેવાની અપીલ કરી હતી તેવી જ રીતે અરવિંદ કેજરીવાલે લોકોને પોતાના ઘરે જઇ વડીલોને આ એક વખત ભાજપને મત ન આપે તેવુ સમજાવવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ જે રીતે લોકોને કનેકટ કરવા અપીલ કરી હતી કેજરીવાલ તેમના પગલે જ ચાલ્યા હતા. ટાવર ચોકથી નાગનાથ ચોક સુધીની રેલીમા તેમણે જનતાને સંબોધતા જણાવ્યું હતુ.

કે રાજયમા આપની સરકાર આવશે એટલે 1 માર્ચથી વિજળી ફ્રી કરાશે, તેઓ જનતાને ફ્રીની રેવડી આપવાનુ કહે છે પરંતુ તેમણે તો અમીરોને રેવડી આપી છે. મંત્રીઓને ચાર હજાર યુનિટ ફ્રી મળે છે. તો જનતાને 300 યુનિટ ફ્રી મળે તેમા તેમને કેમ મરચા લાગે છે. તેમણે આપની સરકાર બનશે તો સાત વર્ષ દરમિયાન પેપર ફુટેવાની જેટલી પણ ઘટના બની છે તે કિસ્સા ખોલી જવાબદારોને જેલમા ધકેલવાની ખાતરી આપી હતી. હકિકતમા પેપર ફુટતુ નથી પણ વેચાય છે તેમ જણાવી કહ્યું હતુ કે ધરતી પર જયારે પાપ વધે છે ત્યારે ઉપરવાળો ઝાડુ ચલાવે છે. આ વખતે ગુજરાતની જનતા ઝાડુ ચલાવશે. સડક, પાણી, વિજળી, સ્કુલ, હોસ્પિટલ જોઇએ તો મને મત આપજો, ગુંડાગીર્દી ગાલી ગલોચ અને લફંગાઇ જોઇએ તો તેમને વોટ આપજો. તસવીર- જયેશ લીંબાણી

અન્ય સમાચારો પણ છે...