રાજ્ય સરકાર અને ગૃહ વિભાગના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિત પોલીસ એજન્સીઓ દ્વારા દારૂ ઉપર અનેક વખત દરોડા પાડી કાર્યવાહી કરાય રહી છે તેમ છતાં સૌરાષ્ટ્ર અને રાજ્ય ભરમાં દારૂ બંધ થતો નથી તે વરવિવાસ્તવિક્તા છે. અમરેલી જિલ્લામાં 3 દિવસ પહેલા ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ખાંભાના કોટડા ગામમાં મીની ફેક્ટરી ઝડપી પાડી હતી. સ્થાનિક પોલીસની આબરૂના ધજીયા ઉડાવી દીધા હતા. તેમ છતા હજી પણ વે ફામ દારૂનું રેલમ વહેચાણ થઈ રહ્યું છે 2022 વિધાન સભા ચૂંટણી બાદ અમરેલીમાં નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને લોકો દારૂ બંધ કરાવવા માટે રજૂઆતો કરી રહ્યા છે ત્યારે ભાજપના જ ધારાસભ્ય સૂચના આપતા હોવાનો વીડિયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થતા "ખાખી" સામે સવાલો ઉઠ્યા છે.
વિધાન સભાન નાયબ દંડક પ્રવાસે નીકળતા લોકોની રજૂઆતો સામે આવી
અમરેલીના ધારાસભ્ય અને વિધાન સભાના નાયબ દંડક કૌશીક વેકરીયા અમરેલી વિધાન સભાન 10 ગામડામાં પ્રવાસે નીકળ્યા લોકોને પડતી મુશ્કેલી અને હાલાકી બાબતે રજૂઆતો કરી રહ્યા હતા જેમાં વડીયાના અરજણસુખ ગામમાં દેશી દારૂની વાંરવાર રજૂઆતો ફરિયાદો કરવા છતાં નિરાકરણ નહિ આવતા લોકોએ કૌશિક વેકરિયાની રજૂઆતો કરતા કૌશીક વેકરીયા દ્વારા તમામ વિભાગના અધિકારીઓ હાજર હતા એ સમયે પોલીસ અધિકારીને દારૂ બંધ કરાવવા સૂચનાઓ આપવામાં આવી હતી કૌશીક વેકરીયાએ કહ્યું સાહેબ આપડે જાહેરમાં જ સર્ચા કરી લઈએ અહીં ક્યાંક દેશી દારૂ નું વહેચાણ થાય છે તે આજે બંધ થતું હોય તો આજે જ કરો તેમની સામે કડક કાર્યવાહી કરો એની માટે જે કાય કરવાનું હોય તે કરો આ વાત કરતા સ્થાનિક લોકોએ આ રજૂઆતને ઉત્સાહ સાથે વધાવી લીધી હતી.
ક્યાં ક્યાં વિસ્તારના દારૂનું વહેચાણ સૌથી વધારે થાય છે?
અમરેલી જિલ્લામા શહેરી કરતા વધુ ગામડામાં દેશી દારૂ નું વહેચાણ વધુ જોવા મળે છે જેમા સાવરકુંડલા તાલુકામા આવેલ અનેક ગામડામા દેશી દારૂ નું વહેચાણ રાત્રીના સમયે જોવા મળી રહ્યું છે બીજી તરફ જાફરાબાદના ટીંબી ગામમા ઇંગ્લિશ દારૂ નુ ખાનગી રાહે દારૂ વહેચાણ થાય છે બીજી તરફ પીપાવાવના કડીયાળી,ચાંચ બંદર,ખેરા,પટવા જેવા વિસ્તારમાં પણ દારૂ નું પ્રદુષણ વધી રહ્યું છે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દારૂના ધંધાર્થીઓ અને ભ્રષ્ટાચારી પોલીસ અધિકારીઓની સાઠ ગાઢના કારણે જાહેરમાં રજૂઆતો કરતા લોકો ડરી રહ્યા છે ત્યારે ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ખાનગી રાહે વોચ ગોઠવી દરોડો પાડવામાં આવે તો સમગ્ર મામલે પર્દાફાશ થાય તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.