તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજુલા તાલુકાના કાતર ગામમાં સાવજો જાણે હળી ગયા છે. જયારે પણ ભુખ લાગે ત્યારે આ સાવજો મારણની શોધમાં ગામમાં આવી ચડે છે. ગઈ મધરાતે બે સાવજોએ ગામની બજારમાં ઘુસી એક વાછરડીનું મારણ કર્યું હતું.
અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો કોઈ ગામમાં ઘુસી જાય તે વાતની હવે નવાઇ રહી નથી. પરંતુ રાજુલા તાલુકાના કાતર ગામમાં તો સાવજોના કાયમી ધામા હોય છે. રાત પડતા જ અવાર નવાર સાવજો ગામની બજારમાં આંટો મારવા લાગે છે. પાછલા એક મહિના દરમિયાન આવા દ્રશ્યો અવાર-નવાર જોવા મળ્યા છે. ત્યારે ગઇરાત્રે વધુ એક વખત આવું જ દ્રશ્ય સામે આવ્યું હતું.
પેટની ભૂખ ભાંગવા માટે બે સાવજો અડધી રાત થતાં જ ગામની બજારમાં ઘૂસી આવ્યા હતા. સાવજનું આગમન થતાં જ શહેરની બજારોમાં રખડતા ઢોર આમથી તેમ ભાગવા લાગ્યા હતા. જે દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા હતા. અને એક સ્થળે સાવજે વાછરડીને ગળેથી પકડી ગણતરીના સમયમાં જ તેના રામ રમાડી દીધા હતા. ભૂતકાળમાં પણ ગામમાં સાવજોની અવરજવર સીસીટીવીમાં કેદ થઈ હતી. ગામ લોકોને સૌથી મોટો ડર સાવજો માણસ પર હુમલો કરી બેસે તેનો છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.