કુંડલા લીલીયા સીટ પર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય પ્રતાપ દુધાતની સંપતિ વર્ષ 2017ની તુલનામા 2022 સુધીમા પોણા બે કરોડ વધી ગઇ છે. પ્રતાપ દુધાત પાસે 2017મા કુલ 10.44 કરોડની સંપતિ હતી. જયારે હાલમા તેની પાસે 12.23 કરોડની સંપતિ છે. જે પૈકી 7.44 કરોડ જંગમ મિલકત અને 4.97 કરોડ સ્થાવર મિલકત છે.
જો કે તેના પર 2.41 કરોડનુ દેવુ પણ છે. તેણે ચુંટણી તંત્રને જણાવ્યું હતુ કે તેની પાસે 2.46 લાખની રોકડ હાથ પર છે. જયારે 11.72 લાખના દાગીના તથા બે કાર અને એક બાઇક એમ ત્રણ વાહન ધરાવે છે. બીજી તરફ કુંડલા સીટમા ભાજપના ઉમેદવાર જયસુખભાઇ કસવાલા પાસે કુલ 4.99 કરોડની સંપતિ છે.
જે પૈકી 2.56 કરોડની જંગમ મિલકત તથા 2.33 કરોડની સ્થાવર મિલકત છે. અલબત તેમના પર 1.62 કરોડનુ લોન સહિતનુ દેણુ છે. લગભગ 5 કરોડની સંપતિ ધરાવતા કસવાલાએ હાથ પર 35 હજારની રોકડ દર્શાવી છે. 11.71 લાખના દાગીના અને એક કાર પણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.