જિલ્લામા આજથી ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ થયો હતો. અહી વક્કફ બોર્ડના ચેરમેન સજ્જાદ હિરાએ માણેકપરા પ્રાથમિક શાળામા ધોરણ-1મા 10 કન્યા અને 10 કુમાર સહિત 20 બાળકોનુ નામાંકન કરાવ્યું હતુ. અહી બાળકોને શાળા ખાતે ઉમળકાભેર આવકારાયા હતા. અહી વક્કફ બોર્ડના ચેરમેને જણાવ્યું હતુ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રે અનેકવિધ યોજનાઓ અમલી કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યુ કે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ થકી વધુમાં વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્રણ દિવસીય શિક્ષણ સેવા યજ્ઞમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, પદાધિકારીઓ, વરિષ્ઠ સચિવો સહિતના અધિકારીઓ સહભાગી થયા છે. આ તકે ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ વહાલખાન પઠાણ અને અમરેલી જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી સમીર કનોજીયા ઉપસ્થિત રહ્યા હતા.
બગસરામાં શાળા નંબર 4માં પ્રવેશોત્સવ
બગસરામાં શાળા નંબર 4માં મામલતદાર વી.એસ જીડ તથા શહેર ભાજપ પ્રમુખ ધીરૂભાઈ કોટડીયાના અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. અહી 29 બાળકોને કીટ અર્પણ કરી ધોરણ 1માં પ્રવેશ અપાયો હતો. આ તકે અમદાવાદ સ્થિત શેઠ સી.કે. પારેખ મેમોરિયલ રિલિજિયસ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપેન્દ્રભાઈ પારેખ થતા ગિરિશભાઈ પારેખ દ્વારા સ્વ યમુનાબેન ચંપકલાલ પારેખના સ્મરણાર્થે શાળાના તમામ 350 બાળકોને સમગ્ર વર્ષ દરમિયાન લખી શકે તે માટે 1600 નોટબુક 35 હજારની કિંમતના અર્પણ કરી હતી.
વિકટરમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
રાજુલાના વિકટર પ્રાથમિક શાળા ખાતે પુર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકીની ઉપસ્થિતિમા શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. અહી બાળકોને સ્કુલ બેગની કિટ અપાઇ હતી. આ તકે સરપંચ પરિતાબેન મકવાણા, રમેશભાઇ ભટ્ટ, દાદુભાઇ, ડાયાભાઇ, શોભનાબેન, અનીલાબેન, યોગેશભાઇ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.
જામબરવાળા-નાની કુંડળ અને દરેડમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી
અમરેલી જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન નિતિનભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને બાબરા તાલુકાના જામબરવાળા, નાની કુંડળ અને દરેડ ગામે શાળા પ્રવેશોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. અહી ત્રણેય શાળામાં 150 જેટલા વિદ્યાર્થીઓને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું. અહી વિદ્યાર્થીઓ અને દાતાઓને સન્માનિત કરાયા હતા. આ તકે જામબરવાળાના આચાર્ય રેવતીબેન વામજા, દરેડ પ્રાથમિક શાળાના આચાર્ય હિતેષભાઈ ઘેટીયા, નાનીકુંડળ પ્રાથમિક શાળાના પરેશભાઈ અડાલજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રાજુલા તાલુકાની વડ પ્રાથમિક શાળામાં બાળકોને ધોરણ 1માં પ્રવેશ અપાયો
રાજુલા તાલુકાની વડ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. અહી બાળકોને ધોરણ 1માં પ્રવેશ અપાયો હતો. આ પ્રસંગે રૂટ અધિકારી ડી.એમ. ચૌહાણ, આશિષભાઈ વ્યાસ, ફાલ્ગુનીબેન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને તિલક કરી અને મોં મીઠા કરી તથા શૈક્ષણિક કીટ આપી નામાંકન કર્યું હતું. આ તકે સરપંચ જેઠસુરભાઈ, ઉપ સરપંચ ઉમેશભાઈ અને વિક્રમભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લાલાવદર પ્રાથમિક માં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
લાલાવદર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનો પ્રારંભ થયો હતો. અહી નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાયો હતો. આ તકે પ્રાંત અધિકારી ભાર્ગવ, આનંદભાઈ ભટ્ટ વિગેરે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કથીરવદરપરા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો
કથીરવદરપરા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો હતો. આ તકે પી.એચ. મોદી વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્ટાફના વાળાભાઈ, અશ્વિનભાઈ, સરપંચ બાબુભાઈ વાઘ અને ઉપ સરપંચ મનિષભાઈ સોલંકી વિગેરે જહેમત ઉઠાવી હતી.
દેવરાજીયા ગાવડકા, સાજીયાવદરમાં પ્રવેશોત્સવ
અમરેલી તાલુકાના દેવરાજીયા, ગાવડકા અને સાજીયાવદર ગામે સાંસદ નારણભાઈ કાછડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાએ બાળકોને વિવિધ ભેટ આપી શાળામાં નામાકન અર્થે પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે સાંસદે જણાવ્યું હતું કે શિક્ષણ એટલે જન્મથી માડીને મરણ સુધીના બધા વાતાવરણની અસરો, બધા પ્રકારની કેળવણી, બધી શિસ્ત અને બધી સસ્કતિઓનો સરવાળો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં 23 થી 25 જુન સુધી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.