તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Kanaiya Festival Will Be Celebrated At The Famous Tulsishyam Temple, Devotees Will Be Able To Do Darshan Following The Kovid Guidelines

તડામાર તૈયારી:સુપ્રિસિદ્ધ તુલસીશ્યામ મંદિરમાં કનૈયા ઉત્સવ ઉજવાશે, કોવિડ ગાઈડલાઈન્સના પાલન સાથે ભક્તો દર્શન કરી શકશે

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહા આરતી અને શ્યામ ઉત્સવનો ભક્તો લાભ લઈ શકશે

કુદરતના સાનિધ્યમાં આવેલા તુલશી શ્યામમાં જન્માષ્ટમીના દિવસે શ્યામ ઉત્સવનું આયોજન કરાતા ભક્તોમાં ખુશીનો માહોલ છવાયો છે. જન્માષ્ટમીના દિવસે ભક્તો કોવિડ ગાઈડલાઈન્સના પાલન સાથે દર્શન કરી શકશે.

કોરોનાના કારણે ગત વર્ષે તુલશીશ્યામ મંદિર બંધ રહ્યું હતું. પરંતુ, આ વર્ષે જન્માષ્ટમીના દિવસે ઉજવણી કરવાની છૂટ અપાતા મંદિર ટ્રસ્ટ દ્વારા શ્યામ ઉત્સવ માટે જરુરી તૈયારીઓ કરી લેવામા આવી છે. આ વર્ષે કોરોના ની ગાઇડલાઇન મુજબ અને તુલસીશ્યામ ટ્રસ્ટના નિયમ પ્રમાણે શ્યામ ઉત્સવ મટકીફોડ વગેરે કાર્યક્રમ સરકારની સુચના મુજબ ઉજવવામાં આવશે. દર્શનાર્થીઓએ ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરવાનો રહેશે.

શ્યામ ઉત્સવ અને મહા આરતી, સંધ્યા આરતીમાં મંદિરમાં શ્યામ ભગવાનના દર્શન કરી શકાશે. તેમજ મહાપ્રસાદ બપોરે અને મહા આરતી તથા દિવસે 12:00 શ્યામ દર્શન રાત્રી 12:00 શ્યામ ઉત્સવ નો લોકો લાભ લઈ શકશે.

શ્યામ સેવકો આ વર્ષે જન્માષ્ટમી પૂર્વે પોતપોતાના વાહનો ટ્રાફિક ન થાય તે માટે પોલીસ તંત્ર અને વન વિભાગને સાથ સહકાર આપવા માટે તુલસીશ્યામના ટ્રસ્ટી ડો. બી.બી વરૂ, મેનેજર અશોકભાઈ ગઢવી વગેરે અપીલ કરી છે. માત્ર જન્મ ઉત્સવ રાખવામા આવ્યો છે અન્ય ડાયરો કે સાંસ્કૃતિક કાર્યક્રમ સરકાર ની સુચના મુજબ રાખવામાં આવેલ નથી તો સાતમ અને આઠમ ના દિવસે સંપૂર્ણ ખુલ્લું રહેશે અને ઉજવણી કરાશે.

અન્ય સમાચારો પણ છે...