ડાયવર્ઝન:અમરેલીમાં પુલની કામગીરી માટે કામનાથ ડેમનું પાણી ખાલી કરાયું, કુંકાવાવ જવા માટે નદીની વચ્ચેથી ડાયવર્ઝન કઢાયું

અમરેલી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી - કુંકાવાવ રોડ પર નવા પુલનું નિર્માણ કાર્ય શરૂ કરવા માટે તંત્રએ કામનાથ ડેમમાંથી પાણી ખાલી કરવું પડ્યું છે. કુંકાવાવ રોડને ઠેબી નદીની વચ્ચેથી ડાઈવર્ટ કરાયો છે. પુલની કામગીરી શરૂ રહેશે ત્યાં સુધી ડેમ ખાલી રખાશે. અમરેલી નગરપાલિકાના ચીફ એન્જીનીયર ખરાસીયાએ જણાવ્યું હતું કે શહેરની ભાગોળે ઠેબી નદીમાં ચોમાસા દરમિયાન નદીમાં ભારે પાણી આવે ત્યારે કુંકાવાવ રોડ પર બેઠો પુલ હોવાથી રસ્તો બંધ થઈ જતો હતો. નગરપાલિકાએ કુંકાવાવ રોડ પર ઠેબી નદી પર ઊંચો પુલ બનાવવાની કામગીરી શરૂ છે. પરંતુ કામનાથ ડેમ છલોછલ ભરેલો હોવાથી ડાઈવર્ઝન કઈ જગ્યાએ કાઢવુ તેની મુશ્કેલી ઉભી થઇ હતી.

જેના કારણે કામનાથ ડેમનું સમગ્ર પાણી કલેકટરની મંજૂરીથી ખાલી કરાયું છે. હવે ઠેબી નદીની વચ્ચેથી વાહન ચાલકો માટે ડાઈવર્ઝન કાઢવામાં આવ્યુ છે. આગામી દિવસોમાં ઉપરવાસમાંથી પાણી આવશે તો હજુ કામનાથ ડેમના વાલ્વ ખોલી ખાલી કરાશે.

અન્ય સમાચારો પણ છે...