મતગણતરીનો આરંભ:પ્રથમ રાઉન્ડથી મળેલી લીડ કાકડિયાએ અંત સુધી જાળવી, બગસરા ધારી ચલાલા અને ખાંભા એમ ચારેય વિસ્તારમાં ભાજપને લીડ જળવાઇ રહી હતી

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસને બગસરા વિસ્તાર પરથી મોટી આશા હતી. અને મતગણતરીનો આરંભ પણ બગસરા વિસ્તારથી શરૂ થયો હતો. જો કે પ્રથમ રાઉન્ડમાં જ અહીં ભાજપના ઉમેદવાર જે. વી. કાકડિયાને 552 મતની લીડ મળી હતી. બીજા રાઉન્ડમાં લીડમાં આંશિક ઘટાડો થયો હતો, પરંતુ તેમણે આ લીડ જાળવી રાખી હતી. પ્રથમ રાઉન્ડમાં પાછળ પડ્યા બાદ સુરેશભાઈ કોટડીયા એક પણ રાઉન્ડમાં જે. વી. કાકડિયાથી આગળ થઈ શક્યા ન હતા.

અને મતગણતરીના અંત સુધી કાકડિયાની લીડ જળવાઈ રહી હતી. બલ્કે તેમાં સતત વધારો થતો ગયો હતો.29માં રાઉન્ડની ગણતરી સુધીમાં તો 16596 મતની લીડ થઈ ચૂકી હતી. કોંગ્રેસને બગસરા ખાંભા અને ધારી વિસ્તાર પર વધુ આશા હતી. જ્યારે ચલાલામાં ભાજપને સૌથી વધુ આશા હતી. પરંતુ બગસરા ધારી ચલાલા અને ખાંભા એમ ચારેય વિસ્તારમાં ભાજપના કાકડિયાને લીડ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...