આયોજન:રાજુલાના કાગધામ મજાદર ખાતે કાગબાપુની પુણ્યતિથી ઉજવાશે

અમરેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરારિબાપુની નિશ્રામાં કાગના ફળીયે કાગની વાતુ અને કાગ એવોર્ડ અર્પણ કરાશે

રાજુલા તાલુકાના કાગધામ મજાદર ખાતે અાગામી 6/3ના રાેજ કાગ ઉત્સવનુ અાયાેજન કરાયુ છે. અહી પુ.માેરારીબાપુની નિશ્રામા કાગબાપુની પુણ્યતિથી ઉજવાશે. અહી કાગના ફળીયે કાગની વાતુ તેમજ કાગ અેવાેર્ડ કરાશે. પ્રતિ વર્ષ પુ.કાગબાપુની જન્મભુમિ કાગધામ મજાદર ખાતે કાગબાપુની પુણ્યતિથી પુ.માેરારીબાપુની નિશ્રામા ઉજવાશે. અાગામી તારીખ 6/3ના રેાજ અહી કાગ ઉત્સવમા કાગના ફળીયે કાગની વાતુ અને કવિ કાગબાપુ અેવાેર્ડ અર્પણવિધી અને કચ્છ કાઠીયાવાડ ગુજરાતના નામી અનામી કલાકારાે દ્વારા કાગવાણી પ્રસ્તુત કરાશે.

અહી કાગબાપુની 45મી પેુણ્યતિથી નિમીતે તારીખ 6/3ના રાેજ બપાેરે 3 થી 6 સુધી યાેજાનાર અા કાર્યક્રમમા અનવર મીર, યશવંત ગઢવી વકતવ્ય રજુ કરશે. અા કાર્યક્રમનુ સંકલન ચારણી સાહિત્ય, સંતવાણી અને લાેક સાહિત્યના મર્મજ્ઞ ડાે.બળવંત જાની સંભાળશે. અહી રાત્રીના સાડા અાઠેક વાગ્યે કાગ પરિવાર દ્વારા મહેમાનાેનુ સ્વાગત કરાશે. રાત્રે પુ.માેરારીબાપુના હસ્તે 9 કલાકે કાગ અેવાેર્ડ દિવગંત સ્વ.મેઘરાજભા મુળુભા ગઢવી, યશવંત અાનંદભા લાંબા, ડાે.ઇન્દુબહેન પટેલ, ભાવનાબેન અને સંગીતાબેન લાબડીયા તેમજ મહેન્દ્ર ભાણાવતને અર્પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...