વિદાયમાન:અમરેલી જિ.પં.ના વાહનચાલક કાળુ પાથર વયનિવૃત્ત થતા કૌશિક વેકરિયાના હસ્તે વિદાય આપી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

58થી 60 વર્ષની ઉંમર થતા સરકારી કર્મીઓ વયનિવૃત્ત થતા હોય છે પરંતુ મનુષ્ય કર્મ અને તેની ફરજમાંથી તે નિવૃત્ત નથી થઈ શકતા તેમ છતા પણ કોઈ એકનું વિદાયમાન અન્ય સહકર્મીઓ માટે ભારે હૃદયની સ્થિતિ બની જાય છે.આ દ્રશ્ય ખરેખર અદ્ભૂત હોય છે! સરકારી કર્મી તરીકે સંપૂર્ણ કર્મનિષ્ઠા અને ઈમાનદારી સાથે બજાવવામાં આવેલી ફરજ પરથી મુક્ત થવું એ કોઈ સામાન્ય બાબત નથી! અનેક પડાવ, અનેક ફરજો, અનેક વર્ષોના અનુભવો સાથે જ્યારે સરકારી કર્મચારી નિવૃત્ત થાય ત્યારે એ કર્મીનું હૃદય ઉપરાંત સાથી કર્મીઓના હૃદય પણ એક પળ માટે થંભી જતા હોય છે! આવા દ્રશ્યો જિલ્લા પંચાયત, અમરેલી ખાતે ફરજનિષ્ઠ કર્મચારી કાળુ પાથર વયનિવૃત્ત થતાં સર્જાયા હતા! કાળુભાઈએ એક સરકારી વાહન ચાલક તરીકે કુંકાવાવ, લીલીયા અને અમરેલી ઉપરાંત જિલ્લા પંચાયતની વિવિધ કચેરીઓમાં પોતાની ફરજ પૂર્ણ નિષ્ઠા સાથે પૂર્ણ કરી અને વયનિવૃત્ત થતાં તેમને બહુમાન સાથે વિદાયમાન આપવામાં આવ્યું હતુ.

વિદાયમાનના કાર્યક્રમમા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાએ કાળુભાઈ પાથરના વિદાયમાન પ્રસંગે ઉપસ્થિત રહીને તેમની ફરજનિષ્ઠાને શબ્દસ્વરૂપે બિરદાવી હતી. આ ઉપરાંત તેમને આરોગ્યમય અને ખુશખુશાલ ભવિષ્યની શુભકામાનાઓ પાઠવી હતી. જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવે કાળુભાઈની સેવાકીય ફરજોને બિરદાવી હતી અને નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. વાહન ચાલક કાળુભાઈ પાથરને એમના સહકર્મીઓ દ્વારા પુષ્પગુચ્છ, બુકે અને સાલ ઓઢાડીને સત્કાર સાથે વિદાયમાન આપવામાં આવ્યું હતુ. સ્વચ્છતાના આગ્રહી અને ખુશમિજાજી વ્યક્તિત્વ ધરાવતા કાળુભાઈની સેવાને સૌ સહકર્મીઓ, તેમના પરિવારજનો અને મિત્રજનોએ સહર્ષ બિરદાવી હતી ઉપરાંત ફરજ પરથી વયનિવૃત્તિને લઈ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...