LCBની કાર્યવાહી:વડીયા પંથકમાં દારૂની હેરફેરમાં સંડોવાયેલા જેતપુરના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દારૂની હેરફેરના ગુનામાં સંડોવાયેલો આરોપી - Divya Bhaskar
દારૂની હેરફેરના ગુનામાં સંડોવાયેલો આરોપી

વડીયા તથા જેતપુર પંથકમાં પાછલા કેટલાક સમયથી દારૂની હેરફેરના ગુનામાં સંડોવાયેલા જેતપુરના શખ્સની આજે અમરેલી એલસીબીએ પાસા હેઠળ ધરપકડ કરી હતી. અમરેલી એલસીબીના પીઆઈ આર.કે.કરમટા તથા તેની ટીમે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના વોરન્ટના આધારે જેતપુરની મધુવન સોસાયટીમાં અંકુર સ્કૂલની બાજુમાં રહેતા વનરાજ પ્રતાપભાઈ ડાંગર ( ઉ.વ. 30) નામના શખ્સની પાસા હેઠળ ધરપકડ કરી હતી.

આ શખ્સ પાછલા કેટલાક વર્ષોથી દારૂની હેરાફેરી, મારામારી જેવા અનેક ગુનામાં સંડોવાયેલો હતો.તેની સામે વડીયા પોલીસ મથકમાં પણ દારૂની હેરફેરનો ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત જેતપુર અને વિસાવદર પોલીસ મથકમાં પણ તેની સામે ચાર ગુના નોંધાયા હતા. જેના પગલે કલેકટરે પાસા વોરન્ટ ઈસ્યુ કરતા આજે તેની ધરપકડ કરાઈ હતી. અને આ શખ્સને નડીયાદ જેલમાં ધકેલી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...