કાર્યવાહી:જુની બારપટોળી ગામે ઝટકા મશીનની ચોરી કરનાર ઝડપાયો

અમરેલી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે તસ્કરને ઝડપી 5 હજારનો મુદ્દામાલ કબજે લીધો

જુની બારપટોળીમા રહેતા હુસેનભાઇ પીરભાઇ કુરેશીની વાડીમા લગાવેલ ઝટકા મશીન અને સોલાર પ્લેટની કોઇ તસ્કર ચોરી કરીને લઇ ગયો હોય રાજુલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પીઆઇ એમ.એ.દેસાઇ તથા સર્વેલન્સ સ્કવોડના બી.એમ.વાળા, હેડ કોન્સ્ટેબલ બી.એસ.ચોવટીયા, મીતેશભાઇ કનુભાઇ વાળા, રોહિતભાઇ કાળુભાઇ પરમાર, સંજયભાઇ ધાંધળ વિગેરેએ તપાસ હાથ ધરી હતી.

પોલીસે બાતમીના આધારે આ શખ્સને કાતર ગામની ચોકડી પાસેથી ઝડપી લીધો હતો. જુની બારપટોળીમા જ રહેતો રૂસ્તમ ઉર્ફે વાંકો તાજભાઇ કુરેશી (ઉ.વ.26) નામના આ શખ્સ પાસેથી પોલીસે ઝટકા મશીન, સોલાર પ્લેટ વિગેરે મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...