આયોજન:બે વર્ષ બાદ અમરેલી શહેરમાં યોજાશે જન્માષ્ટમીનો લોકમેળો

અમરેલી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વખતે નગરપાલિકા મેળો યોજશે : 6 દિવસ સુધી મેળામાં મહાલશે લોકો

આમ તો અમરેલીમા દર વર્ષે જન્માષ્ટમી પર્વ પર પરંપરાગત રીતે લોકમેળો યોજાય છે. પરંતુ કેારેાના કાળના બે વર્ષમા આયોજન બંધ રહ્યાં બાદ હવે ખુદ નગરપાલિકાએ ચાલુ સાલે છ દિવસીય લોકમેળાનુ આયોજન કર્યુ છે. નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન રામાણી, ઉપપ્રમુખ રમાબેન મહેતા, કારોબારી ચેરમેન સુરેશભાઇ શેખવા અને ચીફ ઓફિસર એચ.કે.પટેલે જણાવ્યું હતુ કે લોકમેળાનો આરંભ 15મી ઓગષ્ટથી થશે. છ દિવસ સુધી ચાલનારો આ લોકમેળો 20મી તારીખ સુધી ચાલશે. આ લોકમેળામા ખાણીપીણીના સ્ટોલ અને તદન નવા જ પ્રકારની રાઇડસનો લ્હાવો માણવાનો લોકોને મોકો મળશે.

પાલિકા સુત્રોએ એમપણ જણાવ્યું હતુ કે લોકમેળામા ગુજરાતની હસ્તકલાને પણ ઉજાગર કરાશે અને સાથે સાથે ખ્યાતનામ કલાકારોના અવનવા કાર્યક્રમો પણ યોજાશે. વળી આ લોકમેળામા સીસીટીવી કેમેરાથી દેખરેખ રાખવામા આવશે. અહી જન્માષ્ટમીના દિવસે ભવ્ય કૃષ્ણ જન્મોત્સવનુ પણ આયોજન કરવામા આવ્યું છે. અમરેલીના ફોરવર્ડ સ્કુલના પટાંગણમા આ લોકમેળો યોજાશે. છેલ્લા બે વર્ષથી લોકો પવિત્ર શ્રાવણ માસમા જાણે ઘરોમા કેદ હતા. ત્યારે હવે આ વર્ષે શ્રાવણ માસમા ભાતીગળ લોકમેળાની મજા માણશે.

અન્ય સમાચારો પણ છે...