વિરજી ઠુંમરને પછડાટ:લાઠીમાં જનક તળાવિયાનો 29 હજાર મતથી વિજય

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગીના જુના જોગી વિરજી ઠુંમરને પછડાટ

લાઠી બાબરા સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જનકભાઇ તળાવીયાએ કોંગ્રેસના પીઢ અગ્રણી વિરજી ઠુંમરને 29274 મતની જંગી લીડથી શિકસ્ત આપી હતી. કોંગ્રેસ આ સીટ પોતાના માટે સિકયોર સમજતી હતી પણ અહી કોંગી ઉમેદવારને કારમી હારનો સામનો કરવો પડયો હતો. મત ગણતરીના આરંભે પ્રથમ રાઉન્ડમા વિરજી ઠુંમરને 350 મતની નજીવી સરસાઇ મળી હતી. સૌપ્રથમ બાબરા પંથકની ગણતરી હાથ ધરાઇ હતી.

થોડા રાઉન્ડ સુધી વિરજી ઠુંમરની લીડ રહ્યાં બાદ ચિત્ર પલટાયુ હતુ અને લાઠી દામનગર વિસ્તારની મત ગણતરી હાથ ધરાતા જ જનકભાઇ તળાવીયાને જંગી લીડ મળવાનુ શરૂ થયુ હતુ. અને ગણતરીના અંત સુધીમા 29 હજારથી વધુ મતની લીડ તેમણે પ્રાપ્ત કરી લીધી હતી.

જનકભાઇ તળાવીયા મુળ કોંગ્રેસી છે અને થોડા સમય પહેલા જ તેમણે કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો ખેસ પહેર્યો હતો. બાવકુ ઉંધાડ જેવા જુના જોગીને કાપી અહી ભાજપે નવા ચહેરાને તક આપી હતી. તેમણે લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પણ કામ કર્યુ હોય આ વિસ્તારમાથી મોટી લીડ નીકળી હતી. આ સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયસુખ દેત્રોજાએ પણ નોંધપાત્ર 26643 મત મેળવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...