ચૂંટણી:કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જનક તળાવીયાને લાઠી- બાબરામાં ટિકીટ

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જનક તળાવીયાને લાઠી- બાબરામાં ટિકીટ

લાઠી બાબરા સીટ પર ભારતીય જનતા પાર્ટીએ તદન નવા ચહેરાને ટીકીટ આપી છે. થોડા સમય પહેલા કોંગ્રેસમાથી ભાજપમા ભળેલા જનકભાઇ તળાવીયા પટેલ સમાજમાથી આવે છે અને આ વિસ્તારમા પાટીદારોની બહુમતી છે. ભારતીય જનતા પાર્ટીમાથી આ બેઠક પર ટીકીટ મેળવવા પુર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડ અને ગત ચુંટણી લડેલા ગોપાલભાઇ વસ્તરપરા પણ દાવેદાર હતા. જો કે પક્ષે બંનેનુ પતુ કાપી આ વિસ્તારમાથી નવો ચહેરો ઉતારવાનુ નક્કી કર્યુ હતુ.

જનકભાઇ તળાવીયા મુળ કેાંગ્રેસી છે અને લાઠીમા તાલુકા પંચાયતનુ સુકાન સંભાળી રહ્યાં છે. તેઓ થોડા સમય પહેલા કોંગ્રેસને રામ રામ કરી ભાજપમા પ્રવેશ્યા હતા. સુરતમા ધંધા ઉદ્યોગ ધરાવતા જનકભાઇ પાછલા ઘણા સમયથી ભાજપમા સક્રિય ભુમિકા ભજવતા હતા. આ બેઠકમા લાઠી લીલીયા અને દામનગર એમ ત્રણ વિસ્તારનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...