શોભાયાત્રા:તુલસીશ્યામ, ધારીમાં જળઝિલણી એકાદશીની ભાવભેર ઉજવણી થઇ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ધારીમાં સંતોએ ઠાકોરજીની મુર્તિને હોડીમાં બેસાડી સ્નાન કરાવ્યું અને શહેરમાં ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. - Divya Bhaskar
ધારીમાં સંતોએ ઠાકોરજીની મુર્તિને હોડીમાં બેસાડી સ્નાન કરાવ્યું અને શહેરમાં ભવ્ય શોભાયાત્રા નિકળી હતી.
  • ઠાકોરજીની મુર્તિને નદીમાં સ્નાન કરાવાયું : શોભાયાત્રા નીકળી

અમરેલી જિલ્લામા આજે જળજીલણી એકાદશીની ભાવભેર ઉજવણી કરવામા આવી હતી. ગીર જંગલ મધ્યે આવેલ તુલસીશ્યામ મંદિર ખાતે ઠાકોરજીને ગરમ પાણીના કુંડમા સ્નાન કરાવાયુ હતુ. જયારે ધારીમા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને સંતોએ ઠાકોરજીની મુર્તિને હોડીમા બેસાડી સ્નાન કરાવ્યું હતુ. ગીર જંગલ મધ્યમા આવેલ સુપ્રસિધ્ધ તુલસીશ્યામ મંદિર ખાતે આજે જળજીલણી એકાદશીની ઉજવણી કરવામા આવી હતી. અહી ઠાકોરજીને પાલખીમા બેસાડી વાજતે ગાજતે ગરમ પાણીના કુંડમા સ્નાન કરાવાયુ હતુ. બાદમા ઠાકોરજીને નવા વાઘા પહેરાવાયા હતા.

અહી મંદિર પર ધજા તેમજ મહાપ્રસાદનુ વિતરણ કરાયુ હતુ. દર વર્ષે તુલસીશ્યામ ખાતે જળજીલણી એકાદશીની ઉજવણી કરવામા આવે છે. અહી મનુભાઇ, ભીખુભાઇ કોટીલા, બી.બી.વરૂ, મહેશભાઇ કોટીલા સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતા અને શ્યામ ભગવાનની મહાઆરતી અને પ્રસાદનો પણ લ્હાવો માણ્યો હતો.

આ ઉપરાંત ધારીમા બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે જળજીલણી એકાદશીની ઉજવણી કરવામા આવી હતી. અહીના યોગીઘાટ ખાતે સંતોએ ઠાકોરજીને નાવમા બેસાડી સ્નાન કરાવ્યું હતુ. અહી હરિભકતોએ મહાપુજાનો પણ લ્હાવો લીધો હતો. તો બીજી તરફ અન્ય તાલુકા મથકોએ પણ મહિલાઓએ ઠાકોરજીની મુર્તિને સાથે લઇ જઇ નદીઓમા સ્નાન કરાવી પુજન કરી જળજીલણી એકાદશીની આસ્થાપુર્વક ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...